ચોરવાડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આયુર્વેદીક તરીકે વેચાતા આલ્કોહોલીક પ્રવાહીનો જથ્થો પોલીસ સ્ટાફ દ્વારા સીઝ કરેલ તેનો એફ.એસ.એલ. રીપોર્ટ આવતા બે ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરતી ચોરવાડ પોલીસ - At This Time

ચોરવાડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આયુર્વેદીક તરીકે વેચાતા આલ્કોહોલીક પ્રવાહીનો જથ્થો પોલીસ સ્ટાફ દ્વારા સીઝ કરેલ તેનો એફ.એસ.એલ. રીપોર્ટ આવતા બે ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરતી ચોરવાડ પોલીસ


અગાઉ ચોરવાડ પોલીસ તથા એસ.ઓ.જી. જુનાગઢ પોલીસએ સંયુક્ત રીતે ચોરવાડ તેમજ આજુબાજુનાં વિસ્તારમાં પાન-બીડીનાં ગલ્લાઓએ ગે.કા.રીતે આયુર્વેદીક સીરપ(કેમીકલ) તરીકે વેચાતા આલ્કોહોલીક પ્રવાહીનો જથ્થો સીઝ કરેલ તેનો એફ.એસ.એલ.રીપોર્ટ આવતા બે ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરતી ચોરવાડ પોલીસ

ગઇ તા.૧૭/૦૭/૨૦૨૨નાં રોજ એસ.ઓ.જી. જુનાગઢનાં પો.ઇન્સ. એસ.એન.ગોહીલ સાહેબ તેમજ તેમની કચેરીનાં પો.સ્ટાફનાં માણસો તેમજ ચોરવાડ પો.સ્ટે.નાં પો.સબ ઇન્સ. એસ.એન.ક્ષત્રિય તેમજ પો.સ્ટાફનાં માણસો અને તેમજ ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગનાં ડ્રગ ઇન્સપેક્ટર સતિષ ભુવા સાહેબ એ રીતેનાં સ્ટાફે ચોરવાડ તેમજ આજુબાજુનાં વિસ્તારમાં આવેલ દુકાનોમાં ગેરકાયદેસર રીતે આયુર્વેદીક દવાની બોટલોનું વેચાણ થતુ હોય તેની બાતમી આધારે તપાસ કરવામાં આવેલ જેમાં જુદી-જુદી પાન-બીડીની દુકાનોએથી આયુર્વેદીક દવાની પ્લાસ્ટીકની બોટલો ગેરકાયદેસર રીતે કોઇ પાસ પરમીટ કે આધાર વગર મળી આવેલ જેથી જે તે વખતે આ ગે.કા. જથ્થો ચોરાવડ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવેલ જે આયુર્વેદીકની બોટલોની કેમીકલ તપાસણી ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે કરાવવામાં આવેલ જેમાં આયુર્વેદીક દવા(કેમીકલ)ની બોટલો પૈકી (૧) Relaxo MOOD SUPPORT Stress Relief 500 ml ની બોટલોનાં સેમ્પલોમાં 20.27% VV ethyl alcohol (૨) Relaxo MOOD SUPPORT Stress Relief 250 ml ની બોટલોનાં સેમ્પલોમાં 22.34% V/V ethyl alcohol ની હાજરી શોધાયેલ હોય જે અંગેનો કેમીકલ અભિપ્રાય આવી જતા આ અંગે ચોરવાડ ટાઉનમાં આ આયુર્વેદીક દવા(કેમીકલનાં નામે આલ્કોહોલીક પદાર્થ(પ્રવાહી)નું વેચાંણ કરતા - ગુ.ર. ન..૧૧૨૦૩૦૧૨૨૨૦૩૨૬/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫ એએ, ૮૧ મુજબ
(૧) ગુ.ર.નંમુદામાલઃ- (૧) Relaxo MOOD SUPPORT Stress Relief 500 ml ની બોટલ નંગ-૨૪ કિ.રૂ. ૫,૨૮૦/(૨) Relaxo MOOD SUPPORT Stress Relief 250 ml ની કુલ ૦૮ બોટલની કિ.રૂ. ૧,૦૪૦/આરોપીઓ (૧) મનોજ ભીખા પરમાર રાજવી પાન સેન્ટર ચોરવાડ ખાણીયા વિસ્તાર વાળા (ર) કાનો ઉર્ફે કાનન અશોક દવે રહે.માળીયા હાટીના (ડીલર) (૩) દિવ્યરાજસિંહ જાડેજા ભાવનગર ઘોઘા રોડ દીવ આયુર્વેદીક કેર(ઉત્પાદક/મુખ્ય ડીલર)
સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમજ

(૨) ગુ.ર.નં.૧૧૨૦૩૦૧૨૨૨૦૩૨૭/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫ એએ, ૮૧ મુજબ
મુદામાલઃ- Relaxo MOOD SUPPORT Stress Relief 250 ml ની કુલ ૧૮ બોટલની કિંમત બોટલની કિ.રૂ. ૨,૩૪૦/આરોપીઓ (૧) મનોજ ભીખા પરમાર કોળી રાજવી પાન સેન્ટર ચોરવાડ ખાણીયા વિસ્તાર વાળા (ર) કાનો ઉર્ફે કાનન અશોક દવે ઉ.વ.૩૮ રહે.માળીયા હાટીના (ડીલર) (૩) દિવ્યરાજસિંહ જાડેજા ભાવનગર ઘોઘા રોડ દીવ આયુર્વેદીક કેર(ઉત્પાદક/મુખ્ય ડીલર) સામે કાયદેસરની કાર્યવાહી કરી આમ અલગ-અલગ બે ગુન્હાઓ ચોરાવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ કલમ ૬૫ એએ, ૮૧ મુજબ ગુન્હો દાખલ કરેલ છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.