બાઈક સવાર બદમાશો ફ્લિપકાર્ટ કંપનીની ડિલીવરી એજન્સીમાં 19 લાખની લૂંટ કરી ફરાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bike-riding-miscreants-ran-away-after-robbery-19-lakhs-from-dm-office/" left="-10"]

બાઈક સવાર બદમાશો ફ્લિપકાર્ટ કંપનીની ડિલીવરી એજન્સીમાં 19 લાખની લૂંટ કરી ફરાર


- આ ઘટનામાં એજન્સીના કેટલાક કર્મચારીની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છેકાનપુર, તા.  16 ઓગષ્ટ 2022, મંગળવારફતેહપુરમાં ડીએમ આવાસ પાસે સોમવારે મોડી રાત્રે 3 બદમાશોએ ફ્લિપકાર્ટ કંપનીની ડિલીવરી એજન્સી પર ગન પોઈન્ટ પર 18.81 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટ કરતા બદમાશો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આ ઘટનાથી શહેરમાં સનસની ફેલાઈ ગઈ છે. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. એજન્સીમાં રાત્રે લગભગ 10:00 વાગ્યે કંપનીમાં ડીએમ આવાસ તરફથી બાઈક પર મોઢું ઢાંકીને આવેલા 3 બદમાશો સીધા એજન્સીમાં ઘૂસી ગયા હતા. એક બદમાશ ગેટ પર બંદૂક લઈને ઉભો હતો, બે બદમાશોએ કામ કરતા કર્મચારીઓને હથિયાર બતાવીને ધમકાવ્યો હતો. ત્યારે રોકડની ગણતરી કરી રહેલા કેશિયર વિકાસ રહેવાસી કોરાઈ પાસે એક શખ્સે રોકડ ભરેલો થેલો આંચકી લીધો હતો. રોકડ લીધા બાદ બદમાશો બિન્દાસ્ત ત્યાંથી ભાગી ગયા હતા.એજન્સીમાં 4 દિવસના 4 દિવસના કેસ હતાકેશિયર વિકાસે જણાવ્યું કે, તે બે દિવસથી રજા પર હતો. અને તે સાંજના સમયે આવ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક તેમણે ઝાંસી નિવાસી પોતાના મેનેજર પ્રભાતને સૂચના આપતા પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. પોલીસ આવ્યા બાદ પાડોસીને ઘટનાની જાણ થઈબાઈક સવાર બદમાશો લગભગ 20 મિનિટમાં ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા અને પાડોસીઓને આ ઘટનાની ભનક પણ નહોતી લાગવા દીધી. પોલીસ ત્યાં પહોંચી ત્યારબાદ લોકોને લૂંટની જાણ થઈ હતી. આ ઘટના દરમિયાન બાજુની દુકાનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. લોકોએ બાઈક સવાર 3 લોકોને ત્યાંથી જતા પણ જોયા હતા પરંતુ ઘટનાની જાણકારી પોલીસના પહોંચ્યા બાદ થઈ હતી.કંપનીના કર્મચારીઓ પર શંકાઆ ઘટનામાં એજન્સીના કેટલાક કર્મચારીની સંડોવણી હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે, મોડી રાત્રે સિક્યોરિટીનો દરવાજો ખોલ્યા વિના લાખોની ગણતરી કરી બદમાશોને બળજબરી વગર રોકડ આપી દેવી ચાર દિવસની ડિપોઝીટની રોકડ કાઢીને બહાર કોથળામાં રાખવા સહિતના અનેક મુદ્દાઓ એક કર્મચારીની સંડોવણી તરફ આંગળી ચીંધે છે.પોલીસે કર્મચારીઓની પૂછપરછ કરીપોલીસે ઘટના સમયે હાજર ચારેય કર્મચારીઓની પૂછપરછ કરી અને સીસીટીવી ચેક કર્યું હતું. એક દિવસ અગાઉ કેસ જોઈ રહેલા રાહુલની પણ પૂછપરછ કરી હતી. પોલીસ એજન્સીની ડીવીઆરને કબ્જામાં લઈ આલપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. એસપી રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે, કેસ દાખલ કરવામાં આવ્યો છે. એજન્સીના કોઈ કર્મચારીની સંડોવણી હોવાનો ઈનકાર નહીં કરી શકાય. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]