જામનગર જિલ્લામાં શ્રાવણી જુગાર ની જમાવટ: 15મી ઓગસ્ટના દિવસે જુગાર અંગે વધુ 15 દરોડા - At This Time

જામનગર જિલ્લામાં શ્રાવણી જુગાર ની જમાવટ: 15મી ઓગસ્ટના દિવસે જુગાર અંગે વધુ 15 દરોડા


- ગંજીપાના ટીચી રહેલી ૧૯ મહિલા સહિત ૯૧ પત્તા પ્રેમીઓની ૨.૧૦ લાખ ની માલમતા સાથે અટકાયતજામનગર,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારજામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી છે, અને જુગારીયા તત્વો મન મૂકીને ગંજીપાના ટીંચી રહ્યા છે. ગઈકાલે ૧૫ મી ઓગસ્ટના દિવસે પણ જુગારીયા તત્વોએ પોતાની મહેફિલ જમાવીને રાખી હતી. જેની સામે પોલીસ તંત્ર પણ સતર્ક બની છે. શહેર જિલ્લામાં કુલ ૧૫ સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા હતા, અને જુગટું રમી રહેલી ૧૯ મહિલાઓ સહિત ૯૧ સ્ત્રી પુરુષની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૨.૧૦ લાખ ની માલમતા કબજે કરી છે. જામનગર શહેરમાં ચાર સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત જામનગર તાલુકાના તમાચણ ગામ, બાણુંગાર ગામ, જોડિયા તાલુકાના તારાણાં ગામ, લાલપુર તાલુકાના નાની ખાવડી ગામ, જામજોધપુરના કડબાલ ગામ, વસંતપુર ધ્રોળ તાલુકાના માવાપર ગામ, જામજોધપુર સહિત જુદા જુદા ૧૫ સ્થળોએ પોલીસે ધરોડા પાડ્યા હતા, અને ૧૯, મહિલા સહિતના ૯૧ સ્ત્રી પુરુષો પકડાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.