ઉત્તર પ્રદેશ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ભૂપેન્દ્ર સિંહ ચૌધરીની નિયુક્તિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bhupendra-singh-chaudhary-appointed-as-the-new-state-president-of-uttar-pradesh-bjp-2/" left="-10"]

ઉત્તર પ્રદેશ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ભૂપેન્દ્ર સિંહ ચૌધરીની નિયુક્તિ


- ભૂપેન્દ્ર સિંહ ચૌધરીને ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકેની કમાન સોંપીને ભાજપે અખિલેશ યાદવ અને જયંત ચૌધરી વચ્ચેની મિત્રતાનો તોડ શોધી કાઢ્યો નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવારભાજપે 2024માં ઉત્તર પ્રદેશ લોકસભાની તમામ 80 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે જાતીય અને ક્ષેત્રીય સમીકરણોનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે અને ભૂપેન્દ્ર સિંહ ચૌધરીની નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે રાજીનામુ આપ્યું ત્યારથી જ પાર્ટી પોતાના નવા પ્રદેશ અધ્યક્ષની રાહ જોઈ રહી હતી. મિશન 2024ને અનુલક્ષીને નવા અધ્યક્ષની પસંદગી માટે લખનૌથી દિલ્હી સુધી મંથન ચાલી રહ્યું હતું. તે માટે દરેક નેતાની રાજકીય તાકાત અને તેમની સંગઠન ચલાવવાની ક્ષમતા અંગે તપાસ કરવામાં આવી હતી. 2024 માટે યોગી સરકારમાં કેબિનેટ મંત્રી ચૌધરી ભૂપેન્દ્ર સિંહને ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ બુધવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. આમ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીને ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકેની કમાન સોંપીને ભાજપે અખિલેશ યાદવ અને જયંત ચૌધરી વચ્ચેની મિત્રતાનો તોડ શોધી કાઢ્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]