જસદણ નગરપાલિકાના કર્મચારીએ સેવાનું ઉત્તમ કાર્ય કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડ્યું - At This Time

જસદણ નગરપાલિકાના કર્મચારીએ સેવાનું ઉત્તમ કાર્ય કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડ્યું


જસદણ નગરપાલિકાના કર્મચારીએ સેવાનું ઉત્તમ કાર્ય કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડ્યું

શ્રી હર્ષદભાઈ ઉપાધ્યાય (નગરપાલિકા કર્મચારી-જસદણ) ના પરિવાર તરફથી આજ રોજ જસદણની ચુનારાવાડ પ્રાથમિક શાળામાં તેમના માતુશ્રી સ્વ.સવિતાબેનની પુણ્યતિથિ નિમિત્તે શાળાના બાળકોને ખુબ જ પ્રિય એવી ભાજી,પાઉં,છાસ,સલાડ તેમજ સાથે મીઠાં મધુરા ગુલાબ જાંબુનું બાળકોને અનેરા ઉત્સાહ સાથે હર્ષભેર પોતાના હસ્તે પીરસીને જમાડ્યા તેમજ પરિવારજનો અને શાળાના સ્ટાફ સાથે શાળામાં જ ભોજન લીધું. હર્ષદભાઈએ બાળ ભોજન કરાવીને સેવાનું ઉત્તમ કાર્ય કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડ્યું. આ તકે શાળાના સ્ટાફે ઉપાધ્યાય પરિવારના આવા ઉમદા સેવાકાર્ય બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.