ધંધુકા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતા ઇચ્છુક ઉમેદવારો અવઢવમાં. - At This Time

ધંધુકા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતા ઇચ્છુક ઉમેદવારો અવઢવમાં.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતા ઇચ્છુક ઉમેદવારો અવઢવમાં.
રાજ્ય સરકાર દ્વારા હજુ પણ સત્તાવાર કોઈ તારીખ જાહેર નથી કરાઈ
આગામી ત્રણ માસમાં પાલિકાની ચૂંટણી અપાય તેવા રાજકીય સંકેતો.
ધંધુકા નગરપાલિકાની મુ ફેબ્રુઆરીમાં પુર્ણ થશે. પરંતુ આજદિન સુધીમાં ચૂંટણીની જાહેરાતન થતા ઈચ્છુક ઉમેદવારોમાં મુંઝવણ અનુભવાઈ રહી છે. જો કે સત્તાપક્ષ ભાજપ ફરી એકવાર સત્તા ટકાવવા માટે તૈયારીમાં લાગી ગયુ છે. તો કોંગ્રેસ સત્તા આંચકવા માટે કટીબધ્ધ દેખાઇ રહયુ છે. ઓબીસી અનામતના મુદ્દે પાલિકાની ચુંટણીઓ પાછી ઠેલાઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહયુ છે.ત્યારે મળતી માહીતી મુજબ આગામી ૩ માસમાં કદાચ પાલીકા ચુંટણીનુ જાહેરનામુ જાહેર કરવામાં આવે તેવુ રાજકીય પક્ષો માની રહયા છે. ધંધૂકા પાલીકાની ફેબ્રુઆરીમાં મુદ્દત પુર્ણ થાય છે. પરંતુ આજ દિન સુધી ચૂંટણી જાહેર ન થતા ઇચ્છુક ઉમેદવારો હાલ અવઢવની સ્થિતિમાં છે. તો રાજકીય પક્ષો પણ પાલીકાની ચુંટણીને લઇ કમર કસી રહયા છે. પરંતુ તારીખો જાહેર ન થતા તેઓ પણ મુંજવણ અનુભવી રહયા છે. ધંધૂકા પાલીકા પર ભાજપ સત્તારૂઢ છે. પાતળી બહુમતીથી પાંચ વર્ષથી સત્તા ભાજપ પાસે છે. ગત ચુંટણીમાં કસોકસની લડાઇ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી હતી. આ વખતે પણ કાંટાની ટકકર થાય તેવું લાગી રહયુ છે. સત્તાધિશો હાલ તો તેમણે પાંચ વર્ષમાં કરેલા લોકકાર્યો જ તેમને વિજય અપાવશે તેવુ જણાવી રહયા છે, તો કોંગ્રેસ નગરના લોકોના વણઉકલ્યા પ્રશ્નો પર ફોકસ કરી લોકોનો વિશ્વાસ જીતવાની રણનિતિ પર કામ કરી રહી છે. ઓબીસી અનામતના મુદ્દે હાલ ચુંટણી ઓ પાછી ઠેલાઈ હોવાનુ મનાઇ રહયુ છે. પાલીકાની મુદ્ન પુર્ણ થતા વહીવટદારની નિમણુક કરવામાં આવશે. જયાં સુધી નવી ચુંટણી ન થાય ત્યાં સુધી વહીવટદાર પાલીકાનો વહીવટ કરશે. ચુંટણીમાં ઝંપલાવવા ઇચ્છતા કેટલાક ઉમેદવારો ચુંટણી પાછી ઠેલાતા નિરાશ જોવા મળી રહયા છે તો કેટલાક તેમને તૈયારીમાં વધારે સમય મળશે તેમ માની ખુશી અનુભવી રહયા છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.