નવોદય વિદ્યાલય-બોટાદ ધોરણ-૬મા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bcldxugj0ntzwvfb/" left="-10"]

નવોદય વિદ્યાલય-બોટાદ ધોરણ-૬મા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ


નવોદય વિદ્યાલય-બોટાદ ધોરણ-૬મા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ

બોટાદ જિલ્લાના રહેવાસી અને જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શકશે

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે જવાહર નવોદય વિદ્યાલય-બોટાદ નિવાસી શાળામાં ધોરણ-૬મા પ્રવેશ મેળવવા પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ હેડમાસ્ટરના સહી-સિક્કા વાળું ફોર્મ ભરી www.navodaya.gov.in વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશે, બોટાદ જિલ્લાના રહેવાસી અને જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી તેમાં ઉત્તિર્ણ થાય બાદ પ્રવેશ મેળવી શકશે. આ માટે ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૧-૦૧-૨૦૨૩ તથા પરીક્ષાની તા.૨૯-૦૪-૨૦૨૩ છે.

જવાહર નવોદય વિદ્યાલય- બોટાદ જિલ્લાની નિવાસી શાળા છે. બોટાદ જિલ્લાના દરેક પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવામાં ઉત્સાહ દાખવે તેવો નવોદય વિદ્યાલય બોટાદનો આગ્રહ છે.વધુ માહિતી માટે નવોદય વિદ્યાલય-બોટાદ (મોટી કુંડળ)નો સંપર્ક કરવા આચાર્યશ્રી જ.ન.વિ.બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]