આજ રોજ બરવાળા શહેર મા નગરપાલિકા દ્વારા જાહેરમાર્ગો પર સ્ટ્રીટલાઇટો નું ખાત મુહુર્ત કરવામા આવ્યું. - At This Time

આજ રોજ બરવાળા શહેર મા નગરપાલિકા દ્વારા જાહેરમાર્ગો પર સ્ટ્રીટલાઇટો નું ખાત મુહુર્ત કરવામા આવ્યું.


આજ રોજ બરવાળા શહેર મા નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ ના કામો મંજૂર થયેલ તે અન્વયે જાહેર માર્ગો પર ધણા સમય થી રાત્રિ દરમિયાન પ્રકાશ ની જરૂરિયાત ને ધ્યાન મા લઇ વિવિધ જાહેર માર્ગો પર પોલ નાખી સ્ટ્રીટ લાઇટ લગાવવા નું કામ પાલિકા દ્વારા હાથ ધરવામા આવ્યું હતું જેનું કામ પૂર્ણ થતા આજે નગરપાલિકા ના પ્રમુખ દક્ષાબેન બાવળીયા,ચીફ ઓફિસરશ્રી વિરાજ શાહ,કારોબારી ચેરમેન પરેશભાઈ પરમાર,લાઇટ સમિતિ ચેરમેન જગદીશભાઈ ચાવડા,નગરપાલિકા ના કર્મચારીઓ તેમજ આગેવાનો જીગરભાઈ મુંધવા,મનીષભાઈ બાવળિયા,રાજુભાઈ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા જેમા બરવાળા મા રોકડીયા હનુમાન મંદિર પાસે ચાર રસ્તા,બસ સ્ટેન્ડ પાસે,સ્મશાન પાસે અમદાવાદ ભાવનગર હાઈ વે રોડ પર વગેરે જગ્યા એ ખાત મુહૂર્ત કરી લાઈટો ચાલુ કરવામા આવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.