રૈયાધારે કંપનીમાં મોટેથી વાતચીત કરવાની ના પાડતા યુવકને બે શખ્સોએ ધોકા વડે ધોકાવ્યો - At This Time

રૈયાધારે કંપનીમાં મોટેથી વાતચીત કરવાની ના પાડતા યુવકને બે શખ્સોએ ધોકા વડે ધોકાવ્યો


બ્રિજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું વિનસ ટેનો ઈક્યુમેન્ટ પ્રા.લી મહેસાણા ખાતે સર્વીસ એન્જીનીયર તરીકે પ્રા.નોકરી કરૂ છું.મહેસાણા મારી કંપનીમાં ખરીદેલ મશીનરી કોકીટ બેચીન પ્લાન્ટના કામ માટે હું નીકળેલ હતો અને સવારના હું રૈયાગામ પાછળ ક્રિષ્ના ઈન્ફો પ્રા.લી કંપની સાઈડ ઉપર ગયેલ હતો અને કંટ્રોલ કેબીનમાં મારૂ વાયરીંગનું કામ કરતો હતો
ત્યારે બપોરના કંટ્રોલ કેબીનમા ભાર્ગવભાઈ જે આ કંપનીમા સુપરવાઈઝર તરીકે કામ કરતા હોય એ અમારી સાથે બેઠા હતા ત્યારે તે કંપનીના સાથે જોરજોરથી વાતચીત કરતા હતા.જેથી મે આ ભાર્ગવભાઈને કહેલ કે અવાજ ઓછો કરો મારો ફોન ચાલુ છે તેથી તમે બહાર જતા રહો.જેથી આ ભાર્ગવભાઈ ઉશ્કેરાય ગયેલ અને મને કહેવા લાગેલ કે તમે બહાર જતા રહો હું બહાર નહી જાવ તેમ કહી મારી સાથે ગેરવર્તન કર્યું હતું. બાદ આ ભાર્ગવભાઈ ત્યાંથી જતા જતા મને કહે કે હું તને જોઈ લઈશ બાદ હું મારા કામમાં રોકાયો હતો અને વીશેક મીનીટ બાદ હું કંપનીના ગેઈટની બહાર નીકળી ચા પીવા ગયેલો હતો.
ત્યારે આ ભાર્ગવભાઈ તથા રાજાભાઈ ઉભેલા હતા અને આ ભાર્ગવભાઈ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે તને શુ તકલીફ હતી તેમ કહી ઉશ્કેરાઇ ચાની લારીમાં પડેલ ધોકો લઈ મારી નજીક આવી ને પ્રથમ મને ઝાપટ ઝીંકી હતી.આ રાજાભાઈએ પણ મને ઝાપટો મારી હતી.તેમજ વધુ બોલાચાલી થતા આ ભાર્ગવભાઈ એ મને પકડી રાખેલ અને તેની સાથેના રાજાભાઈએ મને ધોક્કા વડે માર માર્યો હતો.જેથી મને લોહી નીકળતા મારી સાથે કામ કરતા રાજીવકુમાર આવી જતા છોડાવ્યો હતો.તેમજ આ અંગે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.