ઓસ્ટ્રેલિયન ખેલાડી ભારત આવવા રવાના, ત્રણ મેચની ટી-20 સીરિઝ રમશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%93%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b2%e0%aa%bf%e0%aa%af%e0%aa%a8-%e0%aa%96%e0%ab%87%e0%aa%b2%e0%aa%be%e0%aa%a1%e0%ab%80-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4/" left="-10"]

ઓસ્ટ્રેલિયન ખેલાડી ભારત આવવા રવાના, ત્રણ મેચની ટી-20 સીરિઝ રમશે


ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસનો પ્રારંભ 20 સપ્ટેમ્બરથી થવા જઇ રહ્યો છે. ટી-20 વર્લ્ડકપ પહેલા બન્ને ટીમ માટે આ સીરિઝ મહત્વની સાબિત થશે. ત્રણ મેચની આ ટી-20 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ભારત માટે ઉડાન ભરી લીધી છે. પેટ કમિન્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીર શેર કરી છે. મહત્વપૂર્ણ છે કે 20 સપ્ટેમ્બરે રમાનાર પ્રથમ મેચની યજમાની મોહાલીને મળી છે જ્યારે આગામી બે મેચ 23 અને 25 સપ્ટેમ્બરે નાગપુર અને હૈદરાબાદમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસમાં ત્રણ ખેલાડી ઇજાગ્રસ્ત થતા બહાર થયા છે. અનુભવી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક, મિશેલ માર્શ અને માર્કસ સ્ટોઇનિસ ઇજાને કારણે ભારતના પ્રવાસમાંથી બહાર થઇ ગયા છે. ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને હર્ષલ પટેલ જેવા ખેલાડીઓની વાપસીથી ટીમ મજબૂત દેખાઇ રહી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ

ભારત- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ

ઓસ્ટ્રેલિયા- એરોન ફિંચ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન એગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઇંગલિસ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, ડેનિયલ સેમ્સ, સ્ટીવ સ્મિથ, મેથ્યૂ વેડ, એડમ ઝમ્પા

ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનો કાર્યક્રમ

20 સપ્ટેમ્બર- પ્રથમ ટી-20, પંજાબ ક્રિકેટ એસોસિએશન આઇએસ બિંદ્રા સ્ટેડિયમ, મોહાલી
23 સપ્ટેમ્બર- બીજી ટી-20, વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર
25 સપ્ટેમ્બર- ત્રીજી ટી-20, રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, હૈદરાબાદ

ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા લાઇવ સ્ટ્રીમિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ત્રણ મેચની ટી-20 સીરિઝની મજા તમે ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલ સાથે ડીડી સ્પૉર્ટ્સ પર ઉઠાવી શકે છે, બીજી તરફ લેપટોપ અથવા પછી મોબાઇલ પર આ મેચને જોવા માટે તમે ડિઝની પ્લસ હૉટ સ્ટાર પર લોગિન કરી શકો છો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]