સિવિલ હોસ્પિટલમાં પણ સાંજની ઓપીડી શરૃ કરી દેવામાં આવી છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ayscrjt6uwswnymn/" left="-10"]

સિવિલ હોસ્પિટલમાં પણ સાંજની ઓપીડી શરૃ કરી દેવામાં આવી છે.


સિવિલમાં સાંજની ઓપીડીના પ્રથમ દિવસે ૨૫ દર્દી આવ્યા
-સવારની ઓપીડીમાં ૧૮૦૦થી વધુ દર્દી હોય છે
-સાંજની ઓપીડી મુદ્દે ડોક્ટરોનો વિરોધ યથાવત્ : આવેદનપત્ર આપી નિર્ણય પાછો ખેંચવા માગ કરી
અમદાવાદ, મંગળવાર
રેસિડેન્ટ ડોક્ટર્સ, જુનિયર ડોક્ટર્સના વિરોધ છતાં અસારવા સિવિલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સાંજની ઓપીડી શરૃ કરી દેવામાં આવી છે. દરમિયાન ઓપીડીના કલાકો લંબાવવાને મામલે રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં સોમવારથી રવિવાર સવારની ઓ.પી.ડી.નો સમય સવારે ૯ થી બપોરે ૧ અને સાંજની ઓ.પી.ડી.નો સમય સોમવારથી શનિવાર સાંજે ૪ થી ૮નો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રવિવારે સવારે ૯ થી બપોરે ૧ સુધી ઓ.પી.ડી. કરવામાં આવી છે. ઓપીડીના કલાકો લંબાવાતા જુનિયર ડોક્ટર્સ અને મોટાભાગના રેસિડેન્ટ ડોક્ટર્સમાં પણ ભારે વિરોધ પ્રવર્તી રહ્યો છે. જુનિયર ડોક્ટર્સે અસહકારના આંદોલનને ભાગરૃપે સાંજની ઓપીડીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ સોલા સિવિલમાં પણ સાંજની ઓપીડી શરૃ કરી દેવામાં આવી છે અને ત્યાં પણ મોટાભાગના રેસિડેન્ટ ડોક્ટર્સમાં આ નિર્ણય સામે વિરોધ છે.
અસારવા સિવિલમાં સાંજની ઓપીડી માટે ખાસ પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્ર જાહેર થયા બાદ સોમવારના પ્રથમ દિવસે સાંજની ઓપીડીમાં માત્ર ૨૫ દર્દીઓ આવ્યા હતા. સામાન્ય રીતે અસારવા સિવિલમાં સવારની ઓપીડીમાં ૧૮૦૦થી ૨ હજાર દર્દી હોય છે. જોકે, સાંજની ઓપીડી અંગે હજુ ઘણાને ખ્યાલ નહીં હોવાથી દર્દીઓનું પ્રમાણ ઓછું હોવાનું સૂત્રોનું માનવું છે. દરમિયાન ટીબીના કોન્ટ્રાક્ટેડ કર્મચારીઓની અનિશ્ચિત મુદ્દતની હડતાળ સતત બીજા દિવસે પણ યથાવત્ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]