હળવદમાં જીઆઇડીસી પાસે ઝૂંપડામાં આગ લાગી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ayelqbnkz46g2w0x/" left="-10"]

હળવદમાં જીઆઇડીસી પાસે ઝૂંપડામાં આગ લાગી


હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસીના ગેટ પાસે ઝુંપડું બાંધી રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના ઝૂંપડામાં ઓચિંતા આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. બનાવને પગલે તાત્કાલિક હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ઝુંપડામાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલ જીઆઇડીસીના ગેટ પાસે આવેલ જીઈબી પાસે ઝુંપડું બાંધી રહેતા ગોવિંદભાઈ અને તેમનો પરિવાર આજે મજૂરીકામ માટે ગયો હતો ત્યારે બપોરના સમયે તેમના ઝુપડામાં ઓચિંતાની આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી જો કે ઝૂંપડામાં બે ગેસની બોટલો હોય જેના કારણે આજુબાજુના લોકોએ પણ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો ન હતો. જેના કારણે ઝુંપડું સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. બીજી તરફ બનાવની જાણ હળવદ પાલિકાને કરાતા પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો માળો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]