શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા મોડાસા નગરપાલિકા અને સહકારી સંસ્થાઓમાં પદગ્રહણ કરનાર મહાનુભાવોનો સન્માન સમારંભ યોજાયો - At This Time

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા મોડાસા નગરપાલિકા અને સહકારી સંસ્થાઓમાં પદગ્રહણ કરનાર મહાનુભાવોનો સન્માન સમારંભ યોજાયો


શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા મોડાસા નગરપાલિકા, તાલુકા સંઘ, સહકારી જીન, સાબરકાંઠા બેંક માં પદગ્રહણ કરનાર મહાનુભાવોનો સન્માન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી સેક્રેટરી શ્રી મુકુન્દ શાહે કરી. ત્યારબાદ સમાજમાં ઉપસ્થિત મહાનુભાવો નો પરિચય પ્રમુખશ્રી રમણભાઈ પ્રજાપતિ આપી સ્વાગત પ્રવચન કર્યું. ત્યારબાદ એસોસિએશન આદરણીય વડીલ ઈસ્માઈલભાઈ દાદુએ મહાનુભાવોનું શબ્દોથી બહુમાન કર્યું. ત્યારબાદ મંડળીના ચેરમેન શ્રી પંકજભાઈ બુટાલા એ મહાનુભાવના કાર્યોનું વર્ણન કરી તેમને શુભેચ્છાઓ પાઠવી.કાર્યક્રમની શરૂઆતમાં એસોસિએશનના સભ્યશ્રી અને નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ બી શેઠ નું શ્રી પંકજભાઈ બુટાલા એ બુકે અને શાલ થી સન્માન કર્યું. એ જ રીતે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ નું બુકે અને શાલથી શ્રી રમણભાઈ પ્રજાપતિએ સન્માન કર્યું. નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અતુલભાઇ જોશી નું ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈએ બુકે અને શાલથી સન્માન કર્યું. તાલુકા સંઘના ચેરમેન પંકજભાઈ પટેલ બુકે અને શાલથી શ્રી ઈસ્માઈલભાઈ દાદુએ સન્માન કર્યું. સહકારી જીનના ચેરમેન વિમલભાઈ પટેલનું બુકે અને શાલથી ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈએ સન્માન કર્યું. સાબરકાંઠા બેંકના વોઇસ ચેરમેન શ્રી ભીખાભાઈ ડી ડામોર નું બુકે થીખજાનચી જયેશભાઈ ગાંધીએ અને શાલથી સેક્રેટરી મુકુન્દભાઈ શાહે સન્માન કર્યું. સન્માન બાદ સન્માનિત મહાનુભાવો એ પોતાના સુંદર પ્રતિભાવ અને એસોસિએશન અને મંડળીને જ્યારે પણ જરૂર હોય ત્યારે ખભે ખભા મિલાવીને કામ કરવાની તૈયારી દર્શાવી. અંતમાં સહ મંત્રીશ્રી મનીષભાઈ ભાવસારે સમગ્ર કાર્યક્રમ ની અને પધારેલ મહાનુભાવોનું આભાર માની આભાર દર્શન કર્યું.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.