ગેમ રમવામાં મશગુલ યુવકના હાથમાંથી મોબાઇલની ઝોંટ મારી તસ્કર બેલડી ફરાર - At This Time

ગેમ રમવામાં મશગુલ યુવકના હાથમાંથી મોબાઇલની ઝોંટ મારી તસ્કર બેલડી ફરાર


કોઠારીયા સોલ્વટ ફાટક પાસે ગેમ રમવામાં મશગુલ યુવકના હાથમાંથી મોબાઇલની ઝોંટ મારી તસ્કર બેલડી ફરાર થઈ જતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી તસ્કર બેલડીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે કોઠારીયા સોલ્વટ હાઉસીંગ બોર્ડના ક્વાટરમાં રહેતાં ધવલ ભરતભાઈ આરડી (ઉ.વ.27) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ખાનગી બેંકમાં નોકરી કરે છે. ગઇ તા.18/01 ના રાત્રીના ઘરેથી ચાલવા માટે નીકળેલ હતો અને કોઠારીયા સોલ્વટ ફાટકથી માલધારી ફાટક તરફ જવાના રસ્તે યમુના એગ્રો નામના કારખાના પાસે થોડિવાર બેસી ગયેલ અને મોબાઇલમા ગેમ રમવા લાગેલ.
ત્યારે માલધારી ફાટક તરફથી એક બાઈક ઘસી આવેલ જેમા એક બાઈક ચાલક અને એક શખ્સ પાછળ બેસેલ હતો. બાઈક ચાલકે તેમની બાજુમા આવી તેમના મારા હાથમા રહેલ મોબાઈલ બાઈક પાછળ બેસેલ શખ્સે ઝોંટ મારી નાસી છૂટ્યા હતાં.તેઓએ દેકારો કરતાં તસ્કર બેલડી સોલ્વટ ફાટક તરફ નીકળી ગયેલ બાઈક પાછળ નંબર પ્લેટ જોવામા આવેલ ન હતી અને મોબાઇલની ઝોંટ મારનાર શખ્સે કાળા કલરની ચાદર ઓઢેલ હોવાનું જોવા મળ્યું હતું.
જેથી બાઇકમાં ઘસી આવેલ બે અજાણ્યાં શખ્સો તેમના રૂ.24900 ના મોબાઇલની તફડંચી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કર બેલડીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.