શ્રીરામ મંદિર અયોધ્યા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચરાડવા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહા આરતી યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bvpkaikzahqsgk27/" left="-10"]

શ્રીરામ મંદિર અયોધ્યા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચરાડવા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહા આરતી યોજાઈ


અયોધ્યા માં ભગવાન શ્રીરામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેના ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હળવદ અને હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભગવાન શ્રીરામની રથયાત્રા અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે ચરાડવા ગામે સવારે 8:00 વાગે રાજબાઈ માતાજીના મંદિરથી ઉગમણા દરવાજા સુધી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી જેમાં આશરે 10,000 લોકો જોડાયા હતા બપોરે તમામ મંદિરોમાં મહા આરતી યોજાઈ હતી અને સાંજે ચરાડવા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી રામજી મંદિર, શ્રીરણછોડરાય મંદિર, પ્રજાપતિ શ્રી રામજી મંદિર અને સ્વામિનારાયણ મંદિર ના તમામ હરિભક્તો એક જૂથ થઈ મહા આરતી યોજાઈ હતી અને અયોધ્યા જેવો માહોલ સર્જાયો હતો મહા આરતીમાં આશરે 5000 લોકોએ ભાગ લીધો હતો ત્યારે સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી શ્રી દિવ્ય પ્રકાશ સ્વામી જણાવ્યું હતું કે સર્વ સનાતન ધર્મ ના લોકો આવી રીતે ભેગા થઈ દર વર્ષે એક આવું સામુહિક આયોજન કરવું જોઈએ.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]