Apple Iphone 15 : નવા IPhoneના તમામ મોડલમાં મળશે ડાયનેમિક આઇલેન્ડ ફીચર, જાણો કેવી રીતે કરે છે કામ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/apple-iphone-15-%e0%aa%a8%e0%aa%b5%e0%aa%be-iphone%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%ae-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a1%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%aa%b3%e0%aa%b6/" left="-10"]

Apple Iphone 15 : નવા IPhoneના તમામ મોડલમાં મળશે ડાયનેમિક આઇલેન્ડ ફીચર, જાણો કેવી રીતે કરે છે કામ


Apple એ તાજેતરમાં જ તેની નવી iPhone 14 સિરીઝ લોન્ચ કરી છે. આ શ્રેણીમાં ઈ-સિમ અને ડાયનેમિક આઈલેન્ડ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. જોકે, iPhone 14 Pro સિરીઝના iPhone 14 Pro અને iPhone 14 Pro Maxને જ ડાયનેમિક આઇલેન્ડ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવ્યા છે. iPhone 14 અને iPhone 14 Max સિમ્પલ નોચ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. હવે iPhoneની નવી સીરિઝ iPhone 15 વિશે મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. દાવા મુજબ, આઇફોન 15 સીરીઝનું બેઝ વેરિઅન્ટ પણ ડાયનેમિક આઇલેન્ડ સાથે ઓફર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરના રોજ એપલે આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટમાં iPhone 14 સિરીઝની સાથે Apple Watch Series 8 અને નવા AirPods Pro 2 લોન્ચ કર્યા હતા. ભારતમાં પણ તેનું વેચાણ શરૂ થયું છે.

આ ફીચર્સ iphone 15 સીરીઝમાં ઉપલબ્ધ હશે

રોસ યંગના દાવા મુજબ, તેને આઇફોન 14માં ડાયનેમિક આઇલેન્ડ ફીચર વિશે પહેલેથી જ ખ્યાલ હતો. તેમનું એવું પણ માનવું હતું કે iPhone 14નું બેઝ મોડલ લો ટેમ્પરેચર પોલીક્રિસ્ટલાઈન ઓક્સાઈડ (LTPO) ડિસ્પ્લે સાથે ઓફર કરવામાં આવશે, પરંતુ આવું થયું નહીં. તેમના દાવા મુજબ, ડાયનેમિક આઇલેન્ડ ફીચર્સ આઇફોન 15માં રેગ્યુલર મોડલ સાથે ઉપલબ્ધ હશે, પરંતુ આ iPhonesમાં પ્રો-મોશન ડિસ્પ્લે અને ઓલવેઝ ઓન ડિસ્પ્લે (AOD) ફીચર્સ શામેલ હશે નહીં. આ ફીચર્સ માત્ર પ્રો સીરીઝ સાથે જ ઉપલબ્ધ થશે.

શું છે ડાયનેમિક આઇલેન્ડ ?

તમને જણાવી દઈએ કે એપલે 2017 પછી પહેલીવાર પ્રો મોડલના નોચમાં ફેરફાર કર્યો છે. ડાયનેમિક આઇલેન્ડ ફીચર Apple iPhone 14 Pro અને iPhone 14 Pro Max સાથે ઉપલબ્ધ છે. iPhone 14 Pro અને iPhone 14 Pro Maxને પિલ શેપ (ટેબ્લેટ) હોલ પંચ કટઆઉટ મળે છે, જેને એપલે ડાયનેમિક આઇલેન્ડ નામ આપ્યું છે. નોટિફિકેશન મુજબ આ નોચ મોટી કે નાની છે. ફ્રન્ટ કેમેરા પણ આ નોચમાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]