નેશનલ સ્પોર્ટ્સની મલખમ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં તમામ સ્પર્ધકો વડોદરાના - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/all-contestants-in-gujarat-team-in-malkham-competition-of-national-sports-are-from-vadodara/" left="-10"]

નેશનલ સ્પોર્ટ્સની મલખમ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં તમામ સ્પર્ધકો વડોદરાના


વડોદરા, તા. 7 ઓગસ્ટ 2022 રવિવાર36 મી નેશનલ ગેમ્સમાં યોજાનાર મલખમ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં તમામ ખેલાડીઓ વડોદરાના છે. વડોદરાની 6 છોકરીઓ અને 6 છોકરાઓ મલખંભમાં ગુજરાતનું પ્રતિનિધીત્વ કરશે.વડોદરાને વ્યાયામનો વારસો ગાયકવાડી શાસનકાળથી મળ્યો છે. શહેરમાં આજે પણ એકાદ સદી જૂના અખાડા પુરાતન વારસાને જાળવવા સાથે વ્યાયામની આધુનિક સુવિધાઓ સાથે ધમધમી રહ્યાં છે. દેશ આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે ત્યારે ગર્વ લેવા જેવી વાત એ છે કે આ વ્યાયામ શાળાઓમાં સયાજી મહારાજની કુણી લાગણીથી અંગ્રેજોના વિરોધની પ્રવૃત્તિઓ પણ થતી હતી. પુરાણી બંધુઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.વડોદરાના એ ઉજળા વ્યાયામ વારસાનો એક અમૂલ્ય હિસ્સો છે મલખંભની રમત. આજે આ રમતના કદાચ દેશના શ્રેષ્ઠ રમતવીરો વડોદરાની વ્યાયામ શાળાઓમાં ઘડાય છે. તેથી જ આ વર્ષે પહેલીવાર ગુજરાતમાં રમાનારી 36 મી નેશનલ ગેમ્સમાં મલખંભનો સમાવેશ વ્યાયામ નગરી વડોદરા માટે હર્ષ,આનંદ અને ગૌરવની ઘટના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]