માળીયા હાટીના માં ડાયમંડ પેલેસ ખાતે રાખી ઉત્સવ ઉજવાયો - At This Time

માળીયા હાટીના માં ડાયમંડ પેલેસ ખાતે રાખી ઉત્સવ ઉજવાયો


બ્રહ્માકુમારી બહેનો દ્વારા રક્ષાબંધન સાપ્તાહિક નિમિતે સ્કૂલ , કોલેજ સહિત સરકારી કચેરીઓ, હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી

માળીયા હાટીના માં બ્રહ્માકુમારી બહેનો દ્વારા ડાયમંડ પેલેસ ખાતે બ્રહ્માકુમારી રૂપાબેન દ્વારા
વહેલી સવારે ભાઈઓ બહેનોને મુરલી સંભળાવી તેમજ રક્ષાબંધનની હાર્દીક શુભેચ્છાઓ પાઠવી હતી ત્યાર બાદ બ્રહ્માકુમારી બહેનો દ્વારા પવિત્ર રક્ષાબંધન ત્યોહાર ને લઈ આજે દરેક ભાઈઓ બહેનો રાખડી બાંધી પવિત્ર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

આ કાર્યક્રમમાં ઉપસ્થીત બ્રહ્માકુમારી મિતાબેન,બ્રહ્માકુમારી શિલ્પાબેન, હાટી ક્ષત્રીય સમાજના આગેવાન હમીરસિંહ સીસોદીયા,ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી,89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા વિસ્તારક પૂર્વેશભાઈ ભટ્ટ,તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, પટેલ સમાજના આગેવાન દેવજીભાઈ પટેલ,માલધારી સમાજના આગેવાન જયેશભાઇ ખાંભલા સહિતના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon