અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ૩ પિસ્તોલ ૧૬ જીવતા કારતુસ સહીત ગેરકાયદેસર હથીયારો સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા. - At This Time

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ૩ પિસ્તોલ ૧૬ જીવતા કારતુસ સહીત ગેરકાયદેસર હથીયારો સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા.


અમદાવાદ શહેર સહીત ગુજરાતભરમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં ગેરકાયદેસર ના હથિયારોનો ઉપયોગ થતો હોય આવા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી બાબતે તેમજ આ પ્રકારના ગેરકાયદેસરના હથિયારો શોધી કાઢવા સારૂ ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીરસિંહ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ સુચના આપેલ હતી,

જે અનુસંધાને તા.૦૧/૦૮/૨૦૨૨ ના રોજ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એલ.દેસાઇ નાઓની ટીમના પો.સ.ઈ. શ્રી એસ.પી.ગોહિલનાઓ તેઓના સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન સાથેના હે.કો.ભવાનીસિંહ હરૂભા,પો.કો નાગરાજભાઈ, અમકુભાઈ નાઓની બાતમી હકીકત આધારે સરખેજ ઉજાલા સર્કલ ખાતેથી આરોપી

(૧) લતીફ ઉર્ફે ભાઈજાન ઓસ્માનભાઇ સમા, ઉ.વ. ૨૬, રહે.પંજેતન નગર વડલા પાસે,સફીભાઈની દુકાન સામે, સીતલા કાલાવડ, તા-કાલાવડ, જી-જામનગર

(૨) ઇરફાન હુસેનભાઇ શેખ, ઉ.વ-૨૬, રહે.ધાંચીની ખડકી,સઈદી ચોક,સતનશા કબ્રસ્તાન પાસે,જામનગર

(૩) નાસીરહુસેન અબ્દુલ ગફાર ખફી, ઉ.વ-૨૩, રહે. કિશાનચોક ઉનની કંદોરી સામે, સુમરા ચાલી, જામનગર તથા સન સીટી કલ્યાણચોક કાલાવડ નાકા પાસે, જામનગરના ઓના કબજામાં વગર પાસ પરવાનાના હથિયાર (૧) પિસ્તોલ નંગ- ૩ કિ.રૂ. ૪૫,૦૦૦/-તથા (૨) કારતુસ નંગ-૧૬ કિ.રૂ.૩,૨૦૦/- તથા તેઓની પાસેના મો.ફોન નંગ ૦૩ મળી કુલ્લે કિ.રૂ.૫૯,૨૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ મળી આવતા, જે કબ્જે કરી આરોપી વિરુદ્ધમાં હથિયાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે,

પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન કબ્જે કરેલ હથિયારો આરોપી લતીફ ઉર્ફે ભાઇજાન ઓસ્માનભાઇ સમા નાનો મધ્યપ્રદેશના કુકશી શહેર ખાતે રહેતાં ગુરૂદલસિંગ નાઓ પાસેથી લાવી, આરોપીઓ ઇરફાન હુસેનભાઇ શેખ તથા નાસીરહુસેન અબ્દુલ ગફાર ખફી નાઓને વેચાણ આપવા સારૂ અમદાવાદ ખાતે બોલાવેલ હોવાની
હકીક્ત અધારે સદર આરોપીઓને તાત્કાલીક પકડી લઈ આ ગુન્હાના કામે અટક કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે,

જે આરોપીઓ પાસેથી પકડાયેલ ગે.કા હથિયારોનો અમદાવાદ શહેર સહીત ગુજરાત ભરમાં અગાઉ બનેલ ગંભીર પ્રકારના ગુન્હાઓમાં ઉપયોગ થયેલ છે કે કેમ? તેમજ આરોપીઓની આ પ્રકારના કોઈ ગુના ઓમાં કોઈ ભુમિકા છે કે કેમ? તેમજ આરોપીઓએ અગાઉ આ પ્રકારના બીજા કોઈ ગે.કા હથિયારો કોઈ ને આપેલ છે કે કેમ? વિગેરે બાબતેની વધુ પુછપરછ તથા તપાસ તજવીજ પો.ઈ.શ્રી એન.એલ.દેસાઇ તથાપો.સ.ઈ શ્રી એસ.પી.ગોહિલ નાઓ ચલાવી રહેલ છે,

આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ :-

આરોપી લતીફ ઉર્ફે ભાઇજાન નાનો અગાઉ કાલાવાડ પો.સ્ટે. ખુનની કોશીષના ગુનામાં તથા જામનગર પંચકોશી એ ડીવીઝન પો.સ્ટે. એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડાઇ ચુકેલ છે,

આરોપી નાસીર ખફી નાનો અગાઉ જામનગર એલ.સી.બી. ખાતે હથીયારના એક
ગુનામાં પકડાઇ ચુકેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.