ભારત સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કેમિકલ પ્રોસેસિંગ યુનિટો ને કારણે આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો કેમિકલયુક્ત પાણીથી ત્રાહિમામ પોકારી ગયા. - At This Time

ભારત સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કેમિકલ પ્રોસેસિંગ યુનિટો ને કારણે આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો કેમિકલયુક્ત પાણીથી ત્રાહિમામ પોકારી ગયા.


અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વોર્ડમાં વટવા પોલીસ સ્ટેશન અને ગુજરાત ઓફસેટ ની પાછળના ભાગે આવેલ ભારત સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે.આ ભારત સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હકીકતમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવેલ એસ્ટેટ છે. આ એસ્ટેટમાં કેટલાક કેમિકલ પ્રોસેસના યુનિટો આવેલા છે.આ યુનિટો માં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ પ્રમાણે કોઈપણ જાતના ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે રાખવામાં આવેલ નથી અને આ રહેણાંક વિસ્તારમાં આસપાસના રહીશો અહીંના કેમિકલના પાણી તેમજ હવાના પ્રદૂષણના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે.

આ જ કારણસર આ એસ્ટેટ પાસે આવેલ ફલેટનાં કેટલાક લોકો ફ્લેટ વેચીને બીજી જગ્યાએ રહેવા જવા મજબૂર બન્યા. રહેણાંક વિસ્તારમાં આવેલી ડોમેસ્ટિક ગટર લાઈનમાં આ કેમિકલ પ્રોસેસિંગ યુનિટ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે.એ પણ ટ્રીટમેન્ટ વગરનું પાણી ડોમેસ્ટિક ગટરમાં વહેતું કરતાં હોવાથી ગટર બેંક મારે છે.તેમજ કેમિકલયુક્ત પાણી હોવાથી એએમસી ની લાઈનો આ પાણીથી ખવાઈ જાય છે અને બેસી જાય છે.જે અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા યોગ્ય તપાસ કરી આ બાબતે આવા યુનિટો એકમો સામે કાર્યવાહી કરવા યુનિટો બંધ કરવા તેમજ નાગરિકોને સારું આરોગ્ય મળે તે બાબતે ધ્યાન આપવા મ્યુનિસિપલ કમિશનર તથા હેલ્થ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવા પૂર્વ.મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઇ રાવજીભાઈ પટેલ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી, ઉચ્ચ અધિકારીશ્રી, મ્યુનિસિપલ કમિશનર ડે.મ્યુ.કમિશનર ,આરોગ્યવિભાગના ઉચ્ચ અધિકારીશ્રીને દક્ષિણ ઝોનમાં જાણ કરેલ છે.

SAURANG THAKKAR, AHMEDABAD
A'BAD JILLA BEURO CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.