બોટાદ સરકારી હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને ધાબળા વિતરણ કરી માનવિયતની હુંફ આપતું જાયન્ટસ ગ્રુપ બોટાદ - At This Time

બોટાદ સરકારી હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને ધાબળા વિતરણ કરી માનવિયતની હુંફ આપતું જાયન્ટસ ગ્રુપ બોટાદ


બોટાદ સરકારી હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને ધાબળા વિતરણ કરી માનવિયતની હુંફ આપતું જાયન્ટસ ગ્રુપ બોટાદ

સમસ્ત મહાજન સંસ્થા મુંબઈ પ્રેરિત અને જાયન્ટસ ગ્રુપ બોટાદ દ્વારા બોટાદ સિવિલ હોસ્પિટલ(સોનાવાલા સાર્વજનિક હોસ્પિટલ)માં પ્રસૂતા બહેનોને ધાબળા વિતરણ કરવામાં આવેલ.સશકત માતૃત્વ માટે શુભેરછાઓ પાઠવેલ.આ કાર્યકમ માનવીય સંવેદના અને સહકાર ની ભાવના થકી યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ૧૮ જેટલા બહેનોને ધાબળા આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં ફેડરેશન પ્રમૂખ કેતન ભાઈ રોજેસરા,જાયન્ટસ ગ્રુપ બોટાદ પ્રમુખ ચંદુભાઈ સાવલીયા,પરેશભાઈ દરજી,લાલજીભાઇ કળથીયા,મન્સુરભાઈ ખલયાણી,નાસીરભાઇ ખલયાણી,મુકેશભાઈ જોટાણીયા ઉપસ્થિત રહેલ.આ તકે જાયન્ટસ ગ્રુપ બોટાદ દ્વારા બોટાદ જિલ્લા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.