પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસ દ્વારા અંદાજીત ૮૦ કિલોગ્રામ કિ.રૂ. ૮૦૦ કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યુ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/agqrblmvjgzgval8/" left="-10"]

પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસ દ્વારા અંદાજીત ૮૦ કિલોગ્રામ કિ.રૂ. ૮૦૦ કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યુ.


ગાંધીધામ કચ્છના પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે ગુજરાત સરકારશ્રી તથા રાજયનાં પોલીસવડા શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા ડ્રગ્સની બદી સદંતર નાબુદ કરવા બાબતે કટીબધ્ધ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી ડ્રગ્સની પ્રવૃતિ નેસ્ત નાબુ કરવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” ચલાવવામાં આવેલ અને સાથોસાથ જીલ્લાની એલ.સી.બી., એસ.ઓ.જી તથા તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જશ્રીને સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બીંગ હાથ ધરવા તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ થી માહિતી મેળવી આવા કેસો ક૨વા જરૂરી સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને છેલ્લા થોડા દિવસથી જીલ્લાની બ્રન્ચો તથા પોલીસ સ્ટેશનો તરફથી આ કાર્યવાહી ચાલુમાં હતી. તે દરમ્યાન એલ.સી.બી. પુર્વ કચ્છ ગાંધીધામને એવી હકીકત મળેલ કે ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારના દરીયાઇ કાંઠાના ગામોમાં ડ્રગ્સ તેમજ અન્ય નશીલા માદક પદાર્થોના મોટા જથ્થાની હેરાફેરી થવાની શકયતા હોય જે બાતમી અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી., એસ.ઓ.જી તથા સ્થાનીક પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમો બનાવી દરીયાઈ કાંઠાના ગામોમા સઘન ચેકીંગ તેમજ કોમ્બીંગની કામગીરી કરવામાં આવેલ. ઉપરાંત શંકાસ્પદ ઇસમોની પ્રવૃતિઓ ઉ૫૨ સતત વોચ રાખવામાં આવેલ. તે દરમ્યાન એલ.સી.બી.ને હકીકત મળેલ કે મીઠીરોહર દરીયા કિનારે અમુક ઇસમો ડ્રગ્સનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં હોય જે આધારે ઉપરોકત પોલીસ ટીમો વ્હારા હકીકત વાળા સ્થળેથી અંદાજીત ૮૦ કિલોગ્રામ ડ્રગ્સના પેકેટો કબ્જે કરવામાં આવેલ. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૮૦૦ કરોડની છે.આ ડ્રગ્સની એફ.એસ.એલ. દ્વારા પ્રાથમિક તપાસ કરાવતા જે કોકેઇન હોવાનુ પ્રાથમીક દ્રષ્ટીએ જણાઈ આવેલ અને હાલે તપાસ ચાલુ હોય તપાસ દરમ્યાન એન.ડી.પી.એસ. કાયદા મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર બાય:- ધીરજ સીજુ- આદિપુર


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]