દહેગામ ના કડજોદરા સીમમાં મહિલા પર દુષ્કર્મ કરનાર ઈસમ ને શોધી ધરપકડ કરતી રખિયાલ પોલીસ - At This Time

દહેગામ ના કડજોદરા સીમમાં મહિલા પર દુષ્કર્મ કરનાર ઈસમ ને શોધી ધરપકડ કરતી રખિયાલ પોલીસ


થાંભલીયારા ની સીમમાં વૃદ્ધ સાથે બળાત્કાર ગુજારનાર આધેડની રખિયાલ પોલીસે કરી ધરપકડ

રખિયાલ પોલીસ,જિલ્લા એલસીબી ટીમે આધેડનો સ્કેચ બનાવી ઝડપી પાડ્યો

બાઇક ઉપર વૃદ્ધ મહિલાને લિફટ આપી થાંભલીયારા સ્મશાન પાસે અવાવરૂ જગ્યા લઈ જઈ આચર્યુ હતુ દુષ્કર્મ....

ગાધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ મથકે એક વૃદ્ધ સાથે બે દિવસ અગાઉ બળાત્કાર ની ઘટેલ ઘટના સંદર્ભે નોધાયેલ ફરિયાદ બાદ સ્થાનિક પોલીસ અને જિલ્લા એલસીબી તપાસનો ધમધમાટ હાથ ધરતા પોલીસે અજાણ્યા બળાત્કારીનો સ્કેચ તૈયાર કરી નરાધમ આધેડને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે...

પ્રાપ્ત માહિતી પ્રમાણે દહેગામ તાલુકા નઆ રખિયાલ પોલીસ મથકે ઈ.પી.કો કલમ- ૩૭૬,૩૯૪,૩૨૩,૨૯૪(ખ) મુજબના ગુનો તા.૨૫/૦૯/૨૦૨૩ ના રોજ દાખલ થયો હતો. જે ગુનાની તપાસ વી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્વેસ્ટીગેટીવ યુનિટસ ફોર કાઇમ અગેન્સ્ટ વુમન (IUCAW) ગાંધીનગર નાઓને સોપવામા આવી હતી. જે ગુનામા ભોગબનનાર-ફરીયાદી ઉ.વ.૭ર નાઓને કોઇ અજાણ્યા બાઇકવાળો ઉ.વ. ૫૦ થી ૬૦ વર્ષના આધેડે મહિલા સાથે દુષ્કર્મ કરેલ હોય જે આરોપીની તપાસ કરવા માટે રખીયાલ પો.સ્ટે. પો.સ.ઇ. યુ.એમ.ગઢવી તથા તેમની ટીમના માણસો તથા એલ.સી.બી. -૧ પો.ઇન્સ. ડી.બી.વાળા તથા એલ.સી.બી. -૨ પો.ઇન્સ. એચ.પી.પરમાર તેમના ટીમના માણસોની જુદી જુદી ટીમ બનાવી આરોપી બાબતે મહિલા -ફરીયાદી તથા નજરે જોનાર સાહેદ પાસેથી આરોપીનો સ્કેચ બનાવડાવી ખાનગી બાતમીદારો તેમજ પોલીસના માણસોને આરોપીનો સ્કેચ(ફોટો) આપી આરોપી બાબતે ૨૪ કલાક સઘન તપાસ કરતા ખાનગી બાતમી આધારે આરોપી ગોવિંદભાઇ ગીરીશભાઇ અરજનભાઈ ઝાલા ઉ.વ-૫૦ રહેવાસી- દખ્તેશ્વર ગામે તા.બાયડ જી.અરવલ્લીનો કડજોદરા ગામેથી બાઇક સાથે મળી આવતા આરોપીની પુછપરછ કરી આરોપીને તા.૨૬/૦૯/૨૦૨૩ ના કલાક-૧૪/૧૫ વાગ્યે અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી ગુનાનો ભેદ ઉકેલવામાં રખિયાલ પોલીસ ને સફળતા મળી છે.વધુમાં અટકાયત કરેલ આરોપીનો પુર્વ ઇતિહાસની તપાસ કરતા અગાઉ બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નંબર-૬૩/૨૦૦૩ ઇ.પી.કો કલમ-૩૬૩,૩૬૬ મુજબના ગુન્હાનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાના કામે આરોપીને સજા પડતા આરોપીને જેલમાં સજા ભોગવેલ હોવાનુ હાલ ઝડપાયેલ ઈસમ પોલીસ રીમાન્ડ ઉપર હોવાનુ રખિયાલ પો.સબ ઈન્સ.યુ.એમ.ગઢવી માહિતી આપતા જણાવ્યુ હતું. ..


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.