હળવદ ખાતે મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહ ની જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી - At This Time

હળવદ ખાતે મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહ ની જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી


માં ભારતી ને ગુલામી ની ઝંઝિરો માંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણ ની આહુતિ આપી હસતા હસતા ફાંસી ના માંચડે ચડી વીરગતિ પામ્યા તેવા દેશ ના મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહ ની આજરોજ ૨૮ સપ્ટેમ્બર જન્મજયંતી હોઈ ત્યારે હળવદ ના રાષ્ટ્રભક્ત યુવાનો દ્વારા વિર ભગતસિંહ ના જન્મદિવસ નિમિતે તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી અને હળવદ ના રાષ્ટ્ર પ્રેમી નાગરિકો એ વિરાંજલી અર્પણ કરી હતી ત્યારે ભગત સિંહ ૧૨ વર્ષ ના હતા ત્યારે જલિયા વાલા બાગ માં હજારો નિર્દોષ લોકો ને અંગ્રેજો એ મોત ને ઘાટ ઉતાર્યા હતા અને વિર ભગત સિંહ એ ૧૨ વર્ષ ની ઉંમરે જલીયા વાલા બાગ ની મુલાકાત લીધી હતી અને ત્યાંની રક્ત રજીત માટી બોટલ માં ભરી પોતાના ઘરે લઈ ગયા હતા અને આ ઘટના નો બદલો લેવા નો અને દેશ ને પૂર્ણ સ્વતંત્ર બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને તેઓ ના ગુરુ અને મહાન સ્વતંત્ર સેનાની લાલા લચપત રાય ને અંગ્રેજો એ ગોળી મારી હત્યા કરી ત્યારે તેમને ગોળી મારનાર અંગ્રેજ અધિકારી ને ગોળી મારી અને બદલો લીધો હતો અને દેશ માં વિવિધ જગ્યા એ સાથી ક્રાંતિકારીઓ સાથે મળી સ્વતંત્રતા ની ચળવળ તેજ બનાવી હતી અને તેઓ એ દિલ્હી એસેમ્બલી માં બોમ્બ બ્લાસ્ટ કરી અને "ઇન્કલાબ જિંદાબાદ" ના નારા લગાવી આત્મ સમર્પણ કર્યું હતું ત્યાર બાદ જેલ માં રહ્યા હતા અને તેઓને ફાંસી ની સજા આપવામાં આવી હતી ત્યારે વિર ભગતસિંહ , વિર સુખદેવ અને વિર રાજ્યગુરુ હસતા મોઢે માં ભારતી ની રક્ષા માટે ફાંસી ના માંચડે ચડી ગયા હતા અને ત્યાર બાદ તેમના પાર્થિવ શરીર ને પણ પરિવાર જનો ને સોંપ્યું નહોતું ત્યારે બાળપણ થી જ જેમના માં દેશ દાઝ હતી તેવા મહાન ક્રાંતિકારી ની જન્મ જયંતી નિમિતે વિર ભગતસિંહ ના ચરણો મા પુષ્પાંજલિ અર્પણ કરી વિરાંજલી અર્પણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ માં હળવદ ના રાષ્ટ્રભક્ત યુવાનો વડીલો પત્રકારો અને સામજિક રાજકીય આગેવાનો અને પૂર્વ સૈનિકો તથા પોલીસ જવાનો ખાસ હાજર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.