1431 પશુઓના મૃત્યુ થયા બાદ હવે સરકારે રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવાનું સૂચવ્યું, આ રીતે કરશે કામગિરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/after-the-death-of-1431-cattle-the-government-has-now-suggested-setting-up-a-state-level-task-force-which-will-work/" left="-10"]

1431 પશુઓના મૃત્યુ થયા બાદ હવે સરકારે રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવાનું સૂચવ્યું, આ રીતે કરશે કામગિરી


લમ્પી વાયરસના કેસો અને પશુ મૃત્યુ બેકાબુ બન્યા બાદ હવે રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. 20 જિલ્લાઓના અસરગ્રસ્ત 1935 ગામોમાં 54,161 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે અને સત્તાવાર રીતે 1431 પશુઓના મૃત્યુનો આંક છે પરંતુ વધુ મોત થયા હોવાની વિગતો પણ મળી રહી છે.

ત્યારે આ ટાસ્ક ફોર્સ મામલે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યુ કે, રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોની નિમણૂંક કરાઇ છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઇડલાઇન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

- જીલ્લા કલેકટરના અધ્યક્ષપણા હેઠળની સંકલન સહ મોનીટરીંગ કમિટીની રચના કરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત અને પાટણમાં ગાય ભેંસ વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ જોવા મળ્યો છે. આ સંદર્ભે સુરત સિવાયના બાકીના 14 જિલ્લાઓમાં અને જીલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ રોગના નિયંત્રણ અને નિયમિત સમીક્ષા હેતુ જીલ્લા કલેકટરના અધ્યક્ષપણા હેઠળની સંકલન સહ મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું કે, આ રોગના નિયંત્રણ અને મોનીટરિંગ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમન સહિતની રચાયેલ સમિતિ દ્વારા કરવામાં આવેલ કામગીરીના અનુસંધાને સચિવ–પશુપાલન દ્વારા જિલ્લા કલેકટર – કચ્છ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, રાજકોટ અને બનાસકાંઠા સાથે સમીક્ષા કરીને જીલ્લાની પરીસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ એક પછી એક પશુઓના મૃત્યુ થયા અને વાયરસનો ફેલાવો થઈ રહ્યો હતો ત્યારે જ ટાસ્ક ફોર્સની રચના કરવાની જરુર હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]