રાજકોટમાં રાજનીતિના ક્લાસ શરૂ કરતા કહ્યું: 'સીટના ફિગરમાં મારે નથી પડવું, હકદાર હોઈ તેને હક મળવો જોઈએ' - At This Time

રાજકોટમાં રાજનીતિના ક્લાસ શરૂ કરતા કહ્યું: ‘સીટના ફિગરમાં મારે નથી પડવું, હકદાર હોઈ તેને હક મળવો જોઈએ’


રાજકોટમાં ખોડલધામની સંસ્થા સરદાર પટેલ ભવનમાં રાજનિતીના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ સમયે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા તેના ઉદ્દઘાટન બાદ પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાની ચુંટણી અંગે ટીકીટને લઈ નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, 'હું કોઈ સીટ ના ફિગરમાં પડવા નથી માંગતો પણ હક્કદાર હોઈ તેને તેનો હક મળવો જોઈએ. વિધાનસભાની ચૂંટણી સમાજના હક પ્રમાણે હોવી જોઇએ.' ઉલ્લેખનીય છે કે આજે નરેશ પટેલની આગેવાનીમાં ભાજપના ધનસુખ ભંડેરી,મનહર પટેલ અને AAPના શિવલાલ બારસિયા સહિત વિવિધ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.