ગોરવાના દશામા મંદિર પાસે કારચાલક પર મારક હથિયારો વડે હુમલો. - At This Time

ગોરવાના દશામા મંદિર પાસે કારચાલક પર મારક હથિયારો વડે હુમલો.


ગોરવા વિસ્તારના દશામા મંદિર પાસે ગઇકાલે સવારે કારમાં બેઠેલા એક યુવક પર પાંચ જણાએ મારક હથિયારો સાથે હુમલો કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે . બાજવા કરોડિયા રોડ પર અમરનાથ ટેનામેન્ટમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા મોહનસિંગ શેખાવતે પોલીસને કહ્યું છે કે , ગઇ રાતે મારા પર મનોજ ઉર્ફે પાપડનો ફોન આવ્યો હતો અને ગોરવા બાજુ આવતો નહિં તેમ કહી ગાળો ભાંડી હતી . તેણે સવારે જોઇ લઇશ તેવી પણ ધમકી આપી હતી . ગઇસવારે હું કારમાં હતો ત્યારે બીજી કારમાં મનોજ અને તેના ચારેક સાગરીતો આવ્યા હતા અને મને બહાર કાઢી સળિયા અને લાકડીના ફટકા માર્યા હતા . પોલીસે મનોજ ઉર્ફે પાપડ , શૈલેષ , વિશાલ , સોનુ અને લાલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.