ટેમ્પામાં લઇ જવાતી ગાયો અને વાછરડાં ભરેલા બે ટેમ્પા સાથે પાંચ પકડાયા. - At This Time

ટેમ્પામાં લઇ જવાતી ગાયો અને વાછરડાં ભરેલા બે ટેમ્પા સાથે પાંચ પકડાયા.


ભાવનગરથી ટેમ્પામાં ગાયોને લઇ જવામાં આવતી હોવાની વિગતોને પગલે જીવદયા કાર્યકરોએ વડોદરા હાઇવે પરથી બે ટેમ્પા કબજે કર્યા હતા . ભાવનગરથી ગાયોને કતલખાને લઇ જવામાં આવતી હોવાની વિગતો મળતાં પ્રાણી ક્રૂરતા નિવારણ અને ગૌરક્ષા સમિતિના કાર્યકરોએ પોલીસે સાથે હાઇવે પર વોચ રાખી દુમાડ પાસે સવારે બે ટેમ્પા પકડયા હતા . બંને ટેમ્પામાં તાડપત્રી ખસેડી તપાસ કરતાં અંદર ક્રૂરતા પૂર્વક ગાયો અને વાછરડાંને બાંધવામાં આવ્યા હોવાની અને ઘાસચારો કે પાણીની પણ વ્યવસ્થા નહિં હોવાનું જણાઇ આવ્યું હતું . જેથી બંને ટેમ્પા કબજે લઇ ૧૪ ગાય તેમજ બે વાછરડાં સાથે પાંચ જણાની અટકાયત કરવામાં આવી હતી . લાઈક LT1Fill 83 % પોલીસે પકડેલાઓમાં ટેમ્પા ડ્રાઇવર શૈલેષ ભૂપતભાઇ વીરગામા , ગૌરાંગ અભેસિંગ મેડકિયા , ખોડા જીવરાજભાઇ ઝાલાવાડિયા ( ત્રણેય રહે . રતનવાલ , બોટાદ ) , ડ્રાઇવર રાજેશ નરસિંહભાઇ મકવાણા ( મેડી , બોટાદ ) અને રવિ ભીમજીભાઇ ડાભી ( લાખેણી , બોટાદ ) નો સમાવેશ થાય છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.