બનાસકાંઠાની શાળાના આચાર્ય અને પ્યુન ૧૬ લાખ લેતા રંગેહાથે ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/acb-caught-school-principal-and-education-office-peon-in-rs-16-lakh-bribe-case-in-banaskantha/" left="-10"]

બનાસકાંઠાની શાળાના આચાર્ય અને પ્યુન ૧૬ લાખ લેતા રંગેહાથે ઝડપાયા


અમદાવાદલાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ પાલનપુર સર્કિટ હાઉસ
ખાતે  ટ્રેપ ગોઠવીને રૂપિયા ૧૬ લાખની લાંચ લેવાના
કેસમાં દાંતાની સરભવાનીસિંહ વિદ્યાલયના આચાર્ય અને પાલનપુર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસના
પ્યુનને ઝડપી લીઘા હતા. બંને જણાએ ફરિયાદીના પુત્રને ક્લાર્કની સરકારી નોકરી અપાવવાનું
કહીને તેના બદલામાં નાણાંની માંગણી કરી હતી. બનાસકાંઠા જિલ્લાના
જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્યુન નરેશ જોષીએ પાલનપુર ખાતે રહેતા એક વ્યક્તિના પુત્રને
ક્લાર્કની સરકારી નોકરી અપાવવા માટેની ખાતરી આપીને દાંતામાં આવેલી સર ભવાનીસિંહ વિદ્યાલયના
આચાર્ય શૈલેષચંદ્ર મહેતા સાથે ઓળખાણ કરાવી હતી. તેમણે પણ શિક્ષણ વિભાગમાં સરકારીનો
નોકરીની ખાતરીને આપીને તેના બદલામાં ૧૬ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં કહ્યું
હતું કે જો નોકરી ન મળે તો પૈસા પરત આપી દેશે. જેથી ફરિયાદીએ પૈસા આપવાની તૈયારી દર્શાવી
હતી. બાદમાં આ અંગે એસીબીમાં જાણ કરી હતી. જેના આધારે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે શુક્રવારે
છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં શૈલેષચંદ્ર મહેતા અને નરેશ જોષી લાંચ લેતા રંગેહાથે
ઝડપાયા હતા. આ અંગે એસીબીએ બંનેની અટકાયત કરીને તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]