લોન પ્રોસેસના નામે ગઠિયાએ યુવકે ૧ લાખ રૂપિયા ગુમાવ્યાની પોલીસ ફરિયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cyberfrauder-duped-money-from-youth-on-after-giving-loan-offer/" left="-10"]

લોન પ્રોસેસના નામે ગઠિયાએ યુવકે ૧ લાખ રૂપિયા ગુમાવ્યાની પોલીસ ફરિયાદ


અમદાવાદ,ધોળકામાં રહેતા યુવકને અકસ્માત થતા સારવાર માટે નાણાંની જરૂર
હોવાથી તેણે ઓનલાઇન લોન માટે એપ્લાય કરતા લોન અપાવવાના બહાને ગઠિયાએ વિવિધ પ્રોસેસ
ફી જમા કરાવવાનું કહીને રૂપિયા ૧.૦૩ લાખની આબાદ છેતરપિડી કરી હોવાની ઘટના બની છે. જે
અંગે અમદાવાદ રેંજ સાયબર પોલીસે તપાસ શરૂ કરી છે.છેતરપિંડીનો ભોગ બનેલા ધોળકાના યુવકે અમદાવાદ રેંજના સાયબર પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જિલ્લાના ધોળકામાં આવેલી
સમૃધ્ધિ સોસાયટીમાં રહેતો વિપુલ  મકવાણા ખાનગી
કંપનીમાં  લેબ ટેકનીશયન તરીકે ફરજ બજાવે છે.
ગત ૧૦મી તારીખે તેને અકસ્માત થયો હોવાને કારણે તેને નાણાંની જરૂર હોવાથી જસ્ટ ડાયલ
પરથી લોન માટે તપાસ કરી રહ્યો હતો. જેમાં એક નંબર મળતા તેણે કોલ કરતા સામેથી કોઇ વ્યક્તિએ
કોલ કરીને લોન આપવાની ખાતરી આપી હતી. જેમાં લોનની પ્રોસેસ માટે અલગ અલગ રકમ જમા કરાવવાનું
કહ્યું હતું. જેમાં કુલ ૧.૦૩ લાખ જેટલી રકમ લઇ લીધી હતી. તેમ છંતાય,  
વધારાના નાણાં માગ્યા હતા. જો કે  વિપુલ પાસે વધારાના નાણાં ન હોવાથી તેણે આપવાની
ના કહીને અગાઉ આપેલા નાણાં પરત માંગ્યા હતા. જો કે સામેથી બેંક લોનની ઓફર કરનારે કહ્યું
હતું કે હવે આ નાણાં છ મહિના બાદ જ મળશે. તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. જેથી છેતરપિંડીનો
અહેસાસ થતા તેણે અમદાવાદ રેંજ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે
પોલીસે તપાસ શરૂ કરી છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]