ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકોનાં બોડીદર ગામે ભૂતનાથ મહાદેવનાં મંદિરમાં મહાપર્વ શિવરાત્રી નિમિત્તે આરતી-પુંજાનો અનેક દર્શનાર્થીઓએ લાભ લીધો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a6vnmuf4hi3dzvin/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકોનાં બોડીદર ગામે ભૂતનાથ મહાદેવનાં મંદિરમાં મહાપર્વ શિવરાત્રી નિમિત્તે આરતી-પુંજાનો અનેક દર્શનાર્થીઓએ લાભ લીધો


તા:19 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ભૂતનાથ મહાદેવનાં મંદિરમાં આરતી પૂજા કરવામાં આવી હતી જેમાં આજે મહાપર્વ શિવરાત્રી નિમિત્તે અનેક દર્શનાર્થીઓ મહાદેવનાં દર્શન કરવાં ઉમટી પડ્યા હતાં આ ભૂતનાથ મંદિર બોડીદર ગામથી દોઢ કિલોમીટર દૂર મહાદેવનું વિશાળ મંદિર આવેલું છે જ્યાંથી ચંદ્રભાગા નદી પ્રચાર થતી હોય ત્યારે અનેક લોકો ભાદરવી અમાસના દિવસે પિતૃકાર્ય અર્પણ કરીને અનેક પિતૃઓના શ્રાદ્ધ પૂર્ણ કરતાં જોવાં મળે છે જ્યાં ભાદરવી અમાસના દિવસે ઘીની અથવા તો બરફની પૂંજા પણ ચડાવવામાં આવે છે અને દર વર્ષે એક ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે આ ભાદરવી અમાસના દિવસે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો ભૂતનાથ મહાદેવનાં મંદિરે મહાદેવનાં દર્શન કરવાં અનેક લોકો શ્રદ્ધા સાથે જોવાં મળે છે આ મંદિરમાં પૂંજા કરતાં સંત શ્રી પૂનમપૂરી બાપુ એવું પણ જણાવે છે કે ભારત ભરમાં પાંડવો અને કૌરવો વખતે જે મહાભારતની રચનાઓ થઈ ત્યારે દુર્યોધને અનેક જગ્યાએ હજારો શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી એમાંથી આ શિવલિંગ ભુતનાથ મહાદેવ નામથી આજ પણ અખંડ શિવલિંગ તરીકે પુંજાઈ છે

જેમાં આ એક વિશાળ સાક્ષાત મંદિર આવેલું છે ત્યાં આજે પણ અનેક ભક્તો શિવલિંગની પૂજા કરવા માટે તેમની પૂજા પણ કરવામાં આવે છે અને ત્યાં બંને ટાઇમ સવાર સાંજ આરતી પુંજા પણ એક શ્રદ્ધા સાથે સંત શ્રી પૂનમ પૂરી બાપુ દ્વારા નિયમિત પણ કરવામાં આવે છે જ્યાં આજે ઘંટ નગારાનાં નાદ સાથે હર હર મહાદેવનાં નાદ ત્યાં ભગવાનની સાક્ષીમાં મહાદેવની પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે જે આજે અહીંયા સાક્ષાત ઇતિહાસ પણ મોજુદ છે કે જે ચંદ્રભાગા નદી પશ્ચિમ અને પૂર્વ દિશામાં પ્રચાર થઈને પ્રચાર થાય છે હાલ આ મંદિરમાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાંથી ઘણી વખત પ્રવાસ પણ આવતાં જોવાં મળે છે અને આ એક ભવિષ્યમાં પર્યટન સ્થળ પણ બનાવી શકાય એવી પણ એક વિશાળ જગ્યા આવેલી છે ત્યારે ત્યાંનાં સંત શ્રી પૂનમ પૂરી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે લોકોનો સહકાર અને આગેવાનોનો સહકાર મળે તો ભવિષ્યમાં આ મંદિરની જગ્યામાં બાલવાટિકા બનાવવાની પણ મારી યોગ્ય ઈચ્છા પણ છે એવું પણ જણાવ્યું હતું અને સાથે સાથે વધુમાં જો યોગ્ય સહકાર મળે તો અન્નક્ષેત્ર ચલાવવાની પણ મારી વધુ એક યોગ્ય ઈચ્છા છે એવું પણ પુનપુરી બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ઞીર ઞઢડા ઞીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]