બોટાદની જિલ્લાની શાળાઓમાં “હર ઘર તિરંગા” અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a5so76rzebu4smuy/" left="-10"]

બોટાદની જિલ્લાની શાળાઓમાં “હર ઘર તિરંગા” અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન


કાનીયાડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રપ્રેમથી જાગૃત થાય તે હેતુથી અલગ અલગ સ્પર્ધા યોજાઈ

વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતા વિવિધ ચિત્રો દોર્યા, સંગીત અને નિબંધસ્પર્ધામાં હરખભેર ભાગ લીધો

સમગ્ર દેશમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે જે અંતર્ગત બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બોટાદની કાનીયાડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રપ્રેમથી જાગૃત થાય તે હેતુથી નિબંધ લેખન, ચિત્રસ્પર્ધા, સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી કાનીયાડ પ્રાથમિક શાળામાં કલા ઉત્સવ માનવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતા વિવિધ ચિત્રો દોર્યા હતા તેમજ નિબંધ અને સંગીતસ્પર્ધામાં હરખભેર ભાગ લઇ વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી હતી. સમગ્ર બોટાદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાતા વિવિધ કાર્યક્રમોને લઈને તમામ લોકોમાં અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]