મુળી ના દાધોળીયા ગામે આમ આદમી પાર્ટી નું ખેડૂત સભા યોજાઈ - At This Time

મુળી ના દાધોળીયા ગામે આમ આદમી પાર્ટી નું ખેડૂત સભા યોજાઈ


*આમ આદમી પાર્ટીના વીજ બિલના આંદોલનને મૂળી તાલુકાના ખેડૂતોએ વીજબિલ સળગાવી આપ્યું સમર્થન...*

*ગતરાત્રે મૂળી તાલુકાના દાધોળીયા ગામે "આમ આદમી પાર્ટી" કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ રાજુભાઇ કરપડા ની આગેવાનીમાં ખેડૂત મિટિંગ યોજાઈ હતી જેમાં નર્મદા ના પાણી સહિત ખેડૂતોના સ્થાનિક પ્રશ્નો મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી તેમજ આગામી દિવસોમાં કેવી રીતે લડવું એ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી. આ તકે "આમ આદમી પાર્ટી" દ્વારા ચાલી રહેલા વીજબિલ આંદોલનને સમર્થન જાહેર કરી ખેડૂતોએ વીજબિલ સળગાવ્યા હતા સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો "આપ" ની વિચારધારા સાથે જોડાયા હતા* આ તકે રાજુભાઈ કરપડા એ જણાવ્યું હતું કે આપ દ્વારા વિજબીલ આંદોલન માં મુળી તાલુકાનાં ખેડૂતો જોડાશે અને સમર્થન આપશે આ તકે મુળી તાલુકાનાં પ્રમુખ કીશોરભાઈ સોળમીયા, જીલ્લા કિશાન સંગઠન પ્રમુખ અશોકભાઇ મકવાણા ગગજીભાઈ સોલંકી મુન્નાભાઈ મકવાણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું ખેડૂતો નાં પ્રશ્નો જેવાકે પાક વિમો,એસ.ડી.આર.એફ.યોજના, મુખ્યમંત્રી કિશાન સહાય યોજના, નર્મદા નાં નીર માટે લડત આપવા માટે વિસ્તૃત ચર્ચા કરી ખેડૂતો ને માહિતગાર કર્યા હતા

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.