માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો M D ની નિમણુંક થતા ખુશીનો માહોલ - At This Time

માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો M D ની નિમણુંક થતા ખુશીનો માહોલ


માળીયા હાટીના તાલુકાની જાહેર જનતાની છેલ્લા ઘણા સમય થી સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડો M D ની નિમણુંક માટે માંગ હતી તે સ્થાનીક રાજકીય આગેવાનો ની મદદથી સરકાર દ્વારા M D ડો સાગર ગળચર ની નિમણુંક થતા આ વિસ્તાર ની જાહેર જનતા બહાર ગામ જવાની જરૂર નહીં પડે તેથી માળીયા હાટીના તાલુકાની જાહેર જનતામાં ખુશી ની માહોલ છવાયો હતો

આ તકે માળીયાહાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, માળીયા હાટીના ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઇ સીસોદીયા,
માળીયા હાટીના તાલુકાના લોક સેવક જીવાભાઈ સીસોદીયા, દોલુભાઈ સીસોદીયા, ઠારણભાઈ સીસોદીયા સહિત ના આગેવાનોએ M D ડો સાગર ગળચર ને શુભેચ્છા મુલાકાત લીધી અને પુષ્પોગુચ્છો આપી સન્માન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

📷 કેમેરામેન ભાવિન ઠકરાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.