વિસાવદર ના ડાકબઁગલા પ્લોટ ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું - At This Time

વિસાવદર ના ડાકબઁગલા પ્લોટ ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું


વિસાવદર ના ડાકબઁગલા પ્લોટ ખાતે હોલિકા દહન કરવામાં આવ્યુંહોળીનો પર્વ એટલે સકામ ભક્તિ સામે નિષ્કામ ભક્તિનો વિજય સનાતન ધર્મમાં દરેક પૂર્ણિમાનું ઘણું મહત્વ છે ફાગણ મહિનાની પૂનમને હોળીના તહેવાર તરીકે મનાવવામાં આવે છે નારદ પુરાણ અનુસાર ભાદ્રા વિના પ્રદોષકાળમાં ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે અગ્નિ પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે હોલિકા દહન સમયે પરિવારના તમામ સભ્યોએ પોતાના ઘરમાં ધાન્યની ક્યારેય અછત નાથાય માટે શિયાળુપાક ઘઉં જવ લીલા ચણા સહિતના પાકને અગ્નિમાં હોમવા જોઈએ શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ હોલિકાની અગ્નિમાં ધાન્યનો હોમ કરવો અતિ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ હિરણ્યકશ્યપ નામના રાક્ષસના ઘરે નિષ્કામ ભક્તિ કરતા ભક્ત પ્રહલાદનો જન્મ થયો હતો હિરણ્યકશ્યપ દ્વારા જે તહેવાર ભગવાન સાથે જોડાયેલ હોય તેવા તહેવાર ઉજવવાની તેના રાજ્યમાં ભગવાનનું નામ લેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી ત્યારે કાદવમાં કમળ ઉગે તેમ હિરણ્યકશ્યપના ઘરે જન્મેલ પ્રહલાદ નાનપણથી ભક્તિમાં લીન હતા હિરણ્યકશ્યપ દ્વારા ભક્ત પ્રહલાદનું મૃત્યુ નિપજાવવા અનેક પ્રયત્ન કર્યા હતા તેમાં તેને સફળતા મળતી નહોતી ત્યારે તેની બહેન હોલિકાએ ભગવાન શિવની સકામ ભક્તિ કરી એવું વરદાન મેળવ્યું હતું જે અગ્નિ તેને બાળી શકે નહીં આથી હોલિકાએ પોતાના ભાઈ હિરણ્યકશ્યપને જાણ કરી નિષ્કામ ભક્તિ કરતા ભક્ત પ્રહલાદને લઈ હોળીમાં બેસી ગઈ હતી અને હોળી પ્રગટાવવામાં આવી હતી પરંતુ સકામ ભક્તી સામે નિષ્કામ ભક્તિનો વિજય થયો હતો ભક્ત પ્રહલાદનો આબાદ બચાવ થતા ભગવાનની નિષ્કામ ભક્તિ કરનાર ભક્તોએ એકબીજા ઉપર રંગના અમી છાંટણા કરી તહેવારની ઉજવણી કરી હતી શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ત્યારથી હોળી પ્રગટાવી તેની પૂજા કરી હોલિકામાં નવા ધાન્ય હોમી બીજા દિવસે રંગોનો તહેવાર ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે

બાઇટ જયેન્દ્ર દાહિમા

રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.