સિહોર ભાવનગર રોડ ઉપર hdfc બેન્ક પાસે સાકાર ફ્લેટ રેસીડેન્ટ સોસાયટી આવેલ છે જેની સામે રોડ ઉપર પાણીની મેન લાઇન લગભગ સાડા ત્રણ ચાર મહિનાથી તૂટેલી હોય બે ફામ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તંત્ર ક્યારે જાગશે એ જોવાનું રહ્યું - At This Time

સિહોર ભાવનગર રોડ ઉપર hdfc બેન્ક પાસે સાકાર ફ્લેટ રેસીડેન્ટ સોસાયટી આવેલ છે જેની સામે રોડ ઉપર પાણીની મેન લાઇન લગભગ સાડા ત્રણ ચાર મહિનાથી તૂટેલી હોય બે ફામ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તંત્ર ક્યારે જાગશે એ જોવાનું રહ્યું


સિહોર ભાવનગર રોડ ઉપર hdfc બેન્ક પાસે સાકાર ફ્લેટ રેસીડેન્ટ સોસાયટી આવેલ છે જેની સામે રોડ ઉપર પાણીની મેન લાઇન લગભગ સાડા ત્રણ ચાર મહિનાથી તૂટેલી હોય બે ફામ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સાથે સાથે પાણી જમીનમાં મરતું હોય સાકાર રેસીડેન્સી પાસે એક મસ્ત મોટા ભુવો પડેલ છે.
આજુબાજુમાં hdfc bank યુનિયન બેન્ક icici bank ધોળકિયા હાઉસ વિગેરે મોટા બિઝનેસ કોમ્પ્લેક્સ આવેલ છે ત્યાં આવતા વિઝીટરો પોતાના વાહન આડેધડ પાર્ક કરી હાઇવે રોડ ને બ્લોક કરતા હોય છે શિવાલિક ફ્લેટ સાકર ફ્લેટ વિગેરે રેસીડેન્સીયલ સોસાયટીઓ રોડ ઉપર આવેલ હોય ત્યાં રહેતા રહેવાસીઓને ફ્લેટમાંથી નીકળવા માટે એક તો પાણીનો ભુવો અને વાહનો ના પાર્કિંગનો સામનો કરવો પડે છે ઘણી વખત પાર્ક કરનાર વ્યક્તિઓ સાથે અવારનવાર માથાકૂટમાં ઉતરવું પડે છે.
થોડા સમય પહેલા સાકાર ફ્લેટ ના રહેવાસીઓએ રજૂઆત કરેલ છતાં બહેરા મૂંગા અને આંધળા તંત્રને કોઇ ફરક પડ્યો નથી તો હેરાન થાય છે આમ જનતા.
ખાસ: આ રોડ ભાવનગર રાજકોટ હાઇવે હોય જે પૂરો ફોર ટ્રેક પણ નથી ત્યાં બેંકોના સાઈન બોર્ડ વાહનોના પાર્કિંગ હોય તંત્રએ તાત્કાલિક ના ધોરણે ડીમોલેશન કરી કાયમી ધોરણે કોન્સ્ટેબલની નિમણૂક કરવી જોઈએ જેથી કરી શિહોરના આ પ્રશ્નનું કાયમી સમાધાન થાય આવી લોકોની માંગ ઉઠવા પામેલ છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.