ડેમાઇના દિવ્યાંગ વિદ્યાર્થીના મજબુત મનોબળથી અનોખી સિધ્ધિ - At This Time

ડેમાઇના દિવ્યાંગ વિદ્યાર્થીના મજબુત મનોબળથી અનોખી સિધ્ધિ


જન્મથી જ શ્રવણશક્તિ ગુમાવનાર છાત્રએ ધો.-૧૨માં ૮૦ ટકા મેળવ્યા. ગરીબ પરિવારના પરેશ પટેલે સાંભળી શકે તેવા યંત્ર ની મદદ લીધા બાદ બોર્ડની પરીક્ષા આપી હતી. જન્મથી શ્રવણશક્તિ ઓછી ધરાવતાં પરેશને પહેલા ધોરણથી ભણવામાં ખુબ તકલીફ પડતી હતી. જેની રજૂઆત તેમના વાલીએ ગામના પૂર્વે પૂર્વ સરપંચને કરતાં તેમની મદદથી વર્ષ ૨૦૨૧માં યંત્ર વિનામૂલ્યે અપાવ્યું હતું. જેના પગલે પરેશે અથાગ મહેનત કરીને ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૨ ટકાથી વધુ ગુણ મેળવ્યા હતા. બાદમાં તાજેતરમાં લેવાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પણ ૮૦ ટકાથી વધુ ગુણ મેળવીને દિવ્યાંગ હોવા છતાં પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યું હતું. પરેશ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની આઇએએસ બનવાની ખેવના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.