પોલીસ ફરિયાદનો ખાર રાખી કોળી પરિવાર પર ત્રણ શખ્સનો હુમલો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yr5nrownmhhatgfq/" left="-10"]

પોલીસ ફરિયાદનો ખાર રાખી કોળી પરિવાર પર ત્રણ શખ્સનો હુમલો


બેડી ગામમાં અગાઉ થયેલ પોલીસ ફરિયાદનો ખાર રાખી કોળી પરિવાર પર પાઈપથી ત્રણ શખ્સોએ હુમલો કરતાં ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી સંગીતાબેન રમેશભાઇ વડેચા (ઉ.વ.30),(રહે, બેડી ગામ પાણીના ટાંકા પાછળ) એ આરોપી તરીકે રાહુલ જેન્તી, સુરેશ જેન્તી અને લખન રિબડીયાના નામ આપી જણાવ્યું હતું કે,
ગતરોજ સાંજના છ વાગ્યાના અરસામાં તેના પતી રમેશભાઇનો ફોન આવેલ કે આપણા ગામના રાહુલ તથા સુરેશ સાથે ઝગડો થતાં બંને શખ્સોએ પાઇપથી માર મારેલ છે. જેથી તેઓ તેમની દુકાન તરફ જતાં તેના પતિને માર મારી રહેલા શખ્સો વચ્ચે પડતાં તેને પણ પાઈપથી ફટકારેલ હતાં. તેમજ ત્યાં તેમનો પુત્ર પણ આવી જતાં તેને પણ શખ્સોએ મારમાર્યો હતો. બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતા હુમલો કરનાર શખ્સો નાસી છૂટ્યા હતાં.
જે બાદ લખન રિબડીયા નામનો શખ્સ આવેલ અને ગાળો આપી હતી. જે બાદ ઇજાગ્રસ્ત ફરિયાદી તેના પતિ અને પુત્રને સારવારમાં ખસેડાયા હતાં. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, અગાઉ તે લોકો સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતની સામા સામી ફરીયાદ કરેલ હોય જે બાબતનું મનદુખ રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]