રામનાથ મહાદેવ મંદિર પાસે નદીના કાંઠે જુગાર રમતા 11 શકુની ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/106jcagegmnbjjfk/" left="-10"]

રામનાથ મહાદેવ મંદિર પાસે નદીના કાંઠે જુગાર રમતા 11 શકુની ઝડપાયા


રામનાથ મહાદેવ મંદિર પાસે નદીના કાંઠે તિનપતીનો જુગાર રમતા 11 શખ્સોને ક્રાઈમ બ્રાંચે દબોચી રોકડ અને મોબાઈલ મળી રૂા.98 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે એક જુગારી નાસી છૂટતા શોધખોળ આદરી હતી.
દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી. જાડેજાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રામનાથ મહાદેવ મંદિર પાસે નદીના કાંઠે ઝુપડાઓ પાસે ખુલ્લા પટમાં જુગારધામ ચાલે છે. તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી પતા ટીંચતા ઈસ્માઈલ ઉર્ફે પીંટુ શેખર (ઉ.36-રહે. કેવડાવાડી લલુડી વોંકળી પાસે) પ્રકાશ જયંતી રૈયાણી (ઉ.33- રહે.ખોડીયાર સોસાયટી શેરી નં.3, નંદા હોલ પાછળ), જેલેમાન સાદે શેખ (ઉ.38- રહે. ચુનારાવાડ શેરી નં.1) શબીર હુસૈન મથુપૌત્રા (ઉ.31- રહે. રામ પાર્ક કુળદેવી કોમ્પલેક્ષ ફલેટ નં.303, સુરેશ લખમણ બરૈયા (ઉ.40- રહે. ભવાનીનગર-5 રામનાથ મંદિર પાસે), અર્જુન માધવદાસ કાપડી (ઉ.20 રહે.નવાગામ), પારસ મનસુખ મહેતા (ઉ.27- રહે. રામનાથ મંદિર બાજુમાં), મહાવીર દીપક ચૌહાણ (ઉ.22 રહે. માયાણી આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.42), નરેન્દ્ર જયંતિ પરમાર (ઉ.40 રહે. ચુનારાવાડ શેરી નં.1) વિજય ઉર્ફે બાલી માધુ ભટ્ટી (ઉ.28 રહે. રામનાથપરા, ભાવનીનગર-1) અને જયેશ કનુ પરમાર (ઉ.32 રહે. આંબેડકરનગર-9 એસટી વર્કશોપ પાછળ)ને દબોચી રોકડ રૂા.59 હજાર અને મોબાઈલ ફોન 6 મળી રૂા.98 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. જયારે દરોડા દરમિયાન જયેશ ભીખુ ભટી (રહે. ભવાની નગર-1) નાસી છુટતા પોલીસે તેની શોધખોળ આદરી હતી
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]