બે પરિવારની માથાકુટમાં ઇંટથી હુમલો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dhf5df3agxo4v68l/" left="-10"]

બે પરિવારની માથાકુટમાં ઇંટથી હુમલો


બાપાસીતારામ ચોક પાસે માલધારી કરણાભાઇ ગાર્ડન પાસે રહેતા બે પડોશી પરિવારની માથાકુટમાં પાંચ વર્ષના બાળક વનરાજ ઇમરાન નારેજા પર પડોશી મહિલા ભાનુબેન ઇંટ ઝીંકી દેતા બાળક લોહીલુહાણ થઇ જતા સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત અનુસાર ઇમરાનભાઇ અને તેની પડોશી સાથે અવારનવાર માથાકુટ થઇ હતી જેનો ખાર રાખી પડોશી ભાનુબેને તેના પાંચ વર્ષના પુત્ર પર હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]