*ધોરણ ૧૦માં વિજ્ઞાન ટેકનોલોજીમાં ૨૨૮૨૭ અને ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહના ગણિતમાં ૫૫૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/antrkjepodcbl2qc/" left="-10"]

*ધોરણ ૧૦માં વિજ્ઞાન ટેકનોલોજીમાં ૨૨૮૨૭ અને ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહના ગણિતમાં ૫૫૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી


*ધોરણ ૧૦માં વિજ્ઞાન ટેકનોલોજીમાં ૨૨૮૨૭ અને ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહના ગણિતમાં ૫૫૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
*********************
સાબરકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષાના છઠ્ઠા દિવસે સોમવારે ધોરણ ૧૦માં વિજ્ઞાન ટેકનોલોજી વિષયમાં ૨૩૫૯૬ વિધ્યાર્થીઓ પૈકી ૨૨૮૨૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૭૬૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમાં ૨૧૯૧૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી માધ્યમમાં ૮૯૫ અને સંસ્કૃત પ્રથમાં ૧૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધો.૧૨ ના વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયમાં ૫૭૦ વિધ્યાર્થીઓ પૈકી ૫૫૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૧૧ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જેમાં ગુજરાતી માધ્યમમાં ૪૩૬ અને અંગ્રેજી માધ્યમમાં ૧૨૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધો.૧૨ ના સામાન્ય પ્રવાહના સામાજિક વિજ્ઞાન વિષયમાં ૩૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં કુલ ૧૯૪૯ વિધ્યર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૧૫ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.અનિવાર્ય વ્યાકરણમ વિષયમાં ૨૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
******************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]