ભાવનગર વાધ બકરી ચા. ના સૌજન્ય કેર ટેકર કોર્સ કાર્યક્રમ નું પ્રેક્ટીકલ પરીક્ષા સાથે સમાપન   - At This Time

ભાવનગર વાધ બકરી ચા. ના સૌજન્ય કેર ટેકર કોર્સ કાર્યક્રમ નું પ્રેક્ટીકલ પરીક્ષા સાથે સમાપન  


ભાવનગર વાધ બકરી ચા. ના સૌજન્ય કેર ટેકર કોર્સ કાર્યક્રમ નું પ્રેક્ટીકલ પરીક્ષા સાથે સમાપન  

ભાવનગર. વયસ્ક નાગરિકોની સંભાળ માટે તારીખ 19 ડિસેમ્બર 2022 થી શરૂ થયેલ કેર ટેકર કોર્સ ના ત્રણ માસના તાલીમ કાર્યક્રમનું સમાપન પ્રેક્ટીકલ પરીક્ષા સાથે થયું હતું.. વાઘ બકરી ચા ના સૌજન્યથી ભાવનગરના નાગરિકો માટે યોજવામાં આવેલ તાલીમમાં 40 ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. ડોક્ટર અરવિંદભાઈ ત્રિવેદી ડો. શ્રી દીપ્તિબેન શાહ ડો શ્રી પ્રકાશભાઈ ભટ્ટ તેમજ નિષ્ણાતોના માર્ગદર્શન નીચે તાલીમાર્થીઓએ શરીર શાસ્ત્ર તેમજ રોગના સીમટન્સ સાથે. આપત્તિ નિવારણ વિશે તાલીમ લીધી હતી.. તાલીમી 90 દિવસો દરમિયાન વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમ, સિવિલ હોસ્પિટલ , તેમજ કેન્સર કેર સેન્ટર મુલાકાત સાથે નર્સિંગ કોલેજોમાં જઈને પ્રત્યક્ષ તાલીમ લીધી હતી.. સિનિયર નર્સિંગ સ્ટાફ શ્રી પ્રીતિબહેન બારૈયા ના રોજબરોજના માર્ગદર્શન સાથે તાલીમાર્થીઓ એ આંબેડકર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ થીયરીની પરીક્ષા પણ આપી હતી.. સમગ્ર કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થા ના કોર્ડીનેટર શ્રી હિનાબેન ભટ્ટે કર્યું હતું....

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.