ઈસ્માઈલી સમાજની દીકરીએ mbbs માં સતત ત્રીજી વખત પ્રથમ નંબર મેળવી માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કર્યું - At This Time

ઈસ્માઈલી સમાજની દીકરીએ mbbs માં સતત ત્રીજી વખત પ્રથમ નંબર મેળવી માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કર્યું


માળીયા હાટીના નિવાસી ફેરયલ મહેંદીભાઈ નાયાણી એ MBBS ના છેલ્લા વર્ષ માં યુનિવર્સિટી માં પ્રથમ નંબરે પાસ થઈ માતા-પિતા, ઈસ્માઈલી સમાજ તેમજ સમગ્ર માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ છે. અત્રે ઉલ્લેખનીય છેકે ફેરયલે સતત ત્રણ વર્ષથી યુનિવર્સિટી માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સફળતાની હેટ્રિક સર્જેલ છે. જે બદલ ઈસ્માઈલી સમાજ ના આગેવાનો તેમજ માળીયા હાટીના તાલુકાના અગ્રેસરો એ Dr.ફેરયલ મહેંદીભાઈ નાયાણી ને આ જ્વલંત સફળતા મેળવવા બદલ સગા સંબંધી , રાજકીય , સામાજીક સંસ્થાના આગેવાનો, ગ્રામજનો દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.