નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે તાલુકાકક્ષાનો કૃષિ મેળો અને પાક પરીસંવાદ યોજાયો - At This Time

નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે તાલુકાકક્ષાનો કૃષિ મેળો અને પાક પરીસંવાદ યોજાયો


નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે તાલુકાકક્ષાનો કૃષિ મેળો અને પાક પરીસંવાદ યોજાયો

અનુસૂચિત જનજાતીના ખેડૂતો માટેની (AGR- 3) નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન યોજના અંતર્ગત કૃષિ મેળો અને પાક પરીસંવાદ કાર્યક્રમ નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પી. આર. માંડાણીએ શાબ્દીક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, અનુસૂચિત જનજાતીના ખેડૂતો માટેની (AGR -3) નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન યોજના અંર્તગત કૃષિ મેળામાં ખેડુતોને આવકાર્યા હતાં. ખેડૂતો સાથે પરિસંવાદ કરતા પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરી પ્રાકૃતિક ખેતીની પધ્ધતીઓ, તેના લાભ અને રાસાયણિક ખાતરથી ખેતીને થતા નુકસાન વિશે વિસ્તારથી સમજાવી પરિસંવાદ કર્યો હતો.

આ પ્રસંગે, તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન વસાવાએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આપણા આદિવાસી લોકો પહેલેથી જ બરછડ ધાન્ય પાકોની ખેતી કરતા આવ્યા છે. કોદરાં, જુવાર, બાજરી અને રાગી જેવા ધાન્યપાકોની ખેતી કરે જ છે. ત્યારે આધુનિક સમયે ભૂલાયેલા બરછડ ધાન્ય પાકો ફરી વાવીને તેનું ઉત્પાદન મેળવી પોષણયુકત ખોરાકમાં તરીકે ઉપયોગ કરીયે. ફાસ્ટ ફુડના જમાનામાં ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો માટે આ બરછડ ધાન્ય રામબાણ ઔષધી છે. હવે સરકાર પણ આ ઘાન્યપાકો તરફ વળી છે. પોષણયુકત આહાર મેળવવા પ્રાકૃતિક ખેતી માટે સંકલ્પ કરીયે.

વધુમાં, સરકારે ૨૦૨૩ના વર્ષને મિલેટ વર્ષ જાહેર કર્યુ છે. ત્યારે આધુનિક ખેતી સાથે પાક ઉત્પાદન વધે, ખેતીની નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ વધે તેમજ બરછડ ધાન્ય પાકો વિશે લોકોમાં અવરનેશ આવે અને ભૂલાયેલા પાકોની ફરીથી ખેતી થાય તે અનુસંધાને અનુસૂચિત જનજાતીના ખેડૂતો માટે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન યોજના અંતર્ગત કૃષિ મેળોનું આયોજન કરવામાં આવ્યુ છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી એ ખેડૂતો સાથે પરિસંવાદ કરાતા કહ્યું હતું કે વરી, જુવાર, રાગી, નાગલી, બન્ટી, મિલેટ સ્વાસ્થ્ય માટે ધણા ઉપયોગી ધાન્ય છે. સરકારે ચાલુને મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યુ છે. ત્યારે આપણા ખેડૂતો પણ બરછડ ધાન્ય પાકો વાવી આહારમા તેનો વિનિયોગ કરવો જરૂરી છે. આ તમામ પાકો આપણા વિસ્તારમાં થાય તેના માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બિયારણ પણ ઉપલબ્ધ કરાવામાં આવશે.

ખેડૂતોને આધુનિક ખેતી સાથે પ્રાકતિક ખેતી માટે સંકલ્પ લેવડામાં આવ્યો હતો. પાક પરિસંવાદ સાથે કાર્યક્રમમાં વિવિધ વિભાગના નિદર્શનો સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં નેત્રંગ ઉપપ્રમુખ વંદનભાઈ વસાવા, ઝગડીયા તાલુકા પ્રમુખ રીનાબેન વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા મહેન્દ્ર ભાઈ પટેલ, મદદનીશ ખેતી નિયામક બી. એસ. પંચાલ, મદદનીશ ખેતી નિયામક બાલુભાઈ પટેલ, કુલદીપ વાળા, જિલ્લા પંચાયત વિભાગના અમલીકરણ અધિકારીઓ, તાલુકા અધિકારી યોગેશ પવાર, અંકલેશ્વર, વાલિયા, ઝગડીયા અને અંકલેશ્વર, જીલ્લા ખેતી વાડી વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.

બ્રિજેશકુમાર પટેલ
પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા
8153048044


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.