માળીયા હાટીના માં તાલુકા કક્ષાએ રામનવમીએ શોભાયાત્રા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને ગૌ રક્ષક દળ ની બેઠક યોજાણી

માળીયા હાટીના માં તાલુકા કક્ષાએ રામનવમીએ શોભાયાત્રા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને ગૌ રક્ષક દળ ની બેઠક યોજાણી


માળીયા હાટીના રેલ્વે સ્ટેશન થી સંકીર્તન મંદિર સુધી વાજતે ગાજતે શોભાયાત્રા માટે તૈયારીઓને લઈ વિવિધ સમિતિની રચના કરવામાં આવી'તી

માળીયા હાટીના માં તા. 30 માર્ચ ને રામનવમી ના દિવસે બપોર 3 વાગ્યે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈ તે માટે સુઘળ વ્યવસ્થા જાળવવા તેની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જૂનાગઢ વિભાગ વિશ્વ હિન્દુ પરિષદ સહ મંત્રી અશ્વિનસિંહ રાયજાદા, હાટી ક્ષત્રીય સમાજના આગેવાન હમીરસિંહ સીસોદીયા, પટેલ સમાજના આગેવાન દેવજીભાઈ પટેલ, કિસાન સંઘ પ્રમુખ જે.કે. કાગડા, ક્ષત્રીય સમાજના નવ યુવાન આગેવાન માનસિંગ ભાઈ કેશોદા , બ્રહ્મ સમાજ ના પ્રમુખ ભટ્ટ સાહેબ, અકાળા સરપંચ બહાદુર ભાઈ કાગડા હિન્દૂ સમાજના અગ્રણીઓ, યુવાનો, વ્યાપારી વ મહામંડળના હોદેદારો સહિતના બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ અને ગૌ રક્ષકના કાર્યકરો હાજર રહ્યાં હતાં.

રામનવમી ના દિવસે યોજાનારી આ શોભાયાત્રામાં માળીયા હાટીના તાલુકાની ધર્મપ્રેમી જનતા ને મોટી સંખ્યામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં હાજર કાર્યકરોએ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાઈ તે માટે ચર્ચા વિચારણા કરી હતી અને દરેક કાર્યકરો વચ્ચે જુદા જુદા કામોની વહેંચણી કરવામાં આવી હતી.

આ મિટિંગને સફળ બનાવવા માળીયા હાટીના તાલુકા પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ ડો.અજયસિંહ સીસોદીયા,
માળીયા હાટીના બજરંગદળ પ્રમુખ અનુપસિંહ સીસોદીયા, ગૌ રક્ષા દળના પ્રમુખ અજીત સિંહ દયાતર, વિશ્વ હિન્દુ પરિષદ લીગલ એડવાઇઝર સેલ વિલાસ કુમાર ટી.ગોરડ, વિશ્વ હિન્દુ પરિષદ ઉપ પ્રમુખ ગૌતમભાઈ દવે. સહિતના લોકોએ ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »