પંચાળ પ્રદેશ માં કેસુડા ખીલી ઉઠ્યાં ઝાલાવાડ પંથકમાં મોટીસંખ્યામાં છે વૃક્ષો - At This Time

પંચાળ પ્રદેશ માં કેસુડા ખીલી ઉઠ્યાં ઝાલાવાડ પંથકમાં મોટીસંખ્યામાં છે વૃક્ષો


*ઝાલાવાડ ની ધરતી કેસુડા થી ખીલી ઉઠી*

*આર્યુવેદિક ઉપચારો માં પણ પલાસ છે અવ્વલ નંબરે*

સુરેન્દ્રનગર જીલ્લા ની ઝાલાવાડ અને પાંચાળ પ્રદેશ માં મોટીસંખ્યામાં કેસુડાનાં વૃક્ષ જોવા મળે છે ત્યારે હાલ કેસુડા ફુલ આવવાથી રીતસર પ્રકૃતિ ખીલી ઉઠી છે ગામઠી ભાષામાં ખાખરા અને પલાસ નાં વૃક્ષ અહીં જોવા મળે છે ત્યારે તેનાં ફુલ કેસુડા થી ઓળખ છે અને હોળી ધુળેટી પર્વ પર આ ફુલ નાં કલર થી એકબીજા રમતાં હોય છે અને આર્યુવેદિક પ્રમાણે કેસુડાનાં કલર પણ શરીર માટે ફાયદાકારક સાબિત થયાં છે સાથે ઝાલાવાડ અને પાંચાળ પ્રદેશ ની જમીન પણ કેસુડા નાં કલર જેમ રતુબડી છે ત્યારે ધરતી અને કેસુડા એકમેક થયાં હોય તેમ પ્રકૃતિ માં ઔર એક રંગ જોવાં મળે છે આ પાંચાળ પ્રદેશ નાં ઈતિહાસ માં દુહા માં પણ ખાખરા ને કવિએ વણી લીધા છે ત્યારે એક દુહો પણ મળે છે
"ખડ પાણી ને ખાખરા, પથ્થર નો નહીં પાર
વગર દિવે વાળું કરે, દેવકો પાંચાળ "

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.