સરલા ગામે પાણીચોરી કરતાં શખ્સો ને પાંચ લાખ થી વધુ દંડ ફટકારવામાં આવ્યો - At This Time

સરલા ગામે પાણીચોરી કરતાં શખ્સો ને પાંચ લાખ થી વધુ દંડ ફટકારવામાં આવ્યો


*મુળી ના સરલા ગામે પાણીચોરી કરતાં શખ્સો ને દંડ ફટકારવામાં આવ્યો*

*નર્મદા નાં પીવાં નાં પાણી પાઇપલાઇન માં પંકચર પાડી કરતાં હતાં ચોરી*

મુળી તાલુકાનાં ગામોમાં ઉનાળાની શરૂઆત થતાં ની સાથે જ પીવાં નાં પાણી ની તંગી સર્જાય રહી છે ત્યારે ગામલોકો માં ફરીયાદ ઉઠવા પામી હતી આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સરલા નાં આઠ જેટલા શખ્સોએ પીવાં નાં પાણી ની પાઈપલાઈન માં પંકચર પાડી પાણીચોરી કરતાં ઝડપાયા હતા તેઓ ની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને દંડ ફટકારવામાં આવ્યો હતો અંદાજે રૂપિયા કુલ પાંચ લાખ થી વધુ દંડ ની નોટીસ ફટકારવામાં આવી છે ત્યારે પાણીચોરી કરતાં શખ્સો રાજકીય આગેવાનો પાસે દોડી ગયાં હતાં પરંતુ આ બાબતે રાજકીય આગેવાનો એ પણ હાથ ઉંચા કરી દીધા હતા અને સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી આ પાણી ચોરી થી આગળ નાં ગામોમાં સરલા સુજાનગઢ સુધી પીવાનું પાણી પહોંચતું નહોતું તેની અનેક ફરીયાદો ઉઠી હતી ત્યારે પાણી પુરવઠા યોજના નાં અધિકારીઓ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પાણીચોરી ઝડપાઈ હતી

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon