સંયુક્ત ખેડૂત ખાતેદારને વીજ જોડાણ આપવાટિમ ગબ્બર ની રજુવાત - At This Time

સંયુક્ત ખેડૂત ખાતેદારને વીજ જોડાણ આપવાટિમ ગબ્બર ની રજુવાત


ટીમ ગબ્બરના એડવોકેટ કે એચ ગજેરા તેમજ ગોપાલભાઇ ભેંસાણિયાને ફરિયાદ મળી છે સંયુકત ખાતેદારોને એક બીજા ની સહમતિ વગર વીજ જોડાણ આપવામાં આવતું નથી આઝાદીનાં ૭૫વર્ષ થયાં હોય છતાં ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો ને એક માનવ અધિકાર આપી શક્યા નથી આપણાં પ્રધાન મંત્રી શ્રી.સ્વાવલંબી ભારત બનાવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તો ખેડૂતો ને 7/12 માં પોતાના હક પર - (ખેડૂત ખાતેદાર) હોવાથી સહેલાઈથી વીજ જોડાણ મળે તો ખેડૂતો પોતે સ્વાવલંબી બને તેમજ વીજ ચોરીમાં પણ આંશિક ઘટાડો થાયને સમૃદ્ધ ખેતી, સમૃદ્ધ ખેડૂતથી સમૃદ્ધ ભારતનું નિર્માણ થાય,ખેતીમાં વીજળી આવશ્યક અને આજીવિકા માટે ખુબ જરૂરી છે પરંતુ કંપનીના નિયમથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની સુખાકારી ખેડૂતોના હિતમાં ફેર વિચારણા કરી વીજ જોડાણ આપવા સ્થાનિક લોકો અને ખેડૂતોની માંગણી છે. જેથી સંયુક્ત ખેડૂત ખાતેદાર ને જો સાથેના ખાતેદારોની સંમતિ ન હોય તો પણ વીજ જોડાણ માટે અરજી કરે તો માત્ર ખેતી ઉપયોગ માટે સંમતિ વગર પણ વીજ જોડાણ આપવામાં આવે અને જેના માટે વીજ જોડાણ આપવાની નીતિ માં સુધારો કરવા અને ખેડૂતોને વીજ જોડાણ મળી રહે તેવી અન્ય ગોઠવણ /નિયમ બનાવવા માટે કે નિયમોમાં સુધારા કરવામા આવે અને સરળતાથી વીજ જોડાણ મળે તેવી ટીમ ગબ્બર ગુજરાતની રજુવાત છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.