ધ્રાંગધ્રા નગરપાલિકામા ટાઉન હોલના કામમા ભ્રષ્ટાચારની રાવ.
ધ્રાંગધ્રા નગરપાલિકામા ટાઉન હોલના કામમા ભ્રષ્ટાચારની રાવ.
(નગરપાલિકા ઇમરાતમા જ થતુ કામ ભ્રષ્ટાચાર યુક્ત હોવાના આક્ષેપ)
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરની નગરપાલિકા ખાતે આવેલા ટાઉન હોલમા સમારકામ શરુ કરાયુ છે લાખ્ખો રુપિયાના ખચેઁ ચાલતા આ રીનોવેશનના કામમા વ્યાપક ભ્રષ્ટાચાર હોવાની રાવ ઉઠવા પામી છે જેમા નગરપાલિકાની ઇમરાતમા જ આવેલા ટાઉન હોલ સ્થાનિક લોકોને રાજકીય અથવા તો સાંસ્કૃતિક કાયઁક્રમોનુ આયોજન કરાય છે જેમા ટાઉન હોલને હાલમા જ આશરે ૨૦ લાખ્ખના ખચેઁ રીનોવેશન કરવાની કામગીરી પણ હાથ ધરાઇ છે પરંતુ ટેન્ડર મુજબ જ્યા પણ ISI માકઁ ધરાવતી ચીજ વસ્તુઓ તથા સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે તેના બદલે હલકી ગુણવત્તા ધરાવતી ચીજવસ્તુઓનો વપરાસ કરી આ કામમા ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રાવ ઉઠવા પામતા સ્થાનિક જાગૃત નાગરીક દ્વારા ઉચ્ચસ્તરે રજુવાત કરવામા આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.