વંથલી નગર પાલિકા ઊપ પ્રમુખની ચુંટણી માં કોંગ્રેસ નાં સિરાજ વાજા વિજય થતા ભવ્ય વિજય સરઘસ નીકળ્યું

વંથલી નગર પાલિકા ઊપ પ્રમુખની ચુંટણી માં કોંગ્રેસ નાં સિરાજ વાજા વિજય થતા ભવ્ય વિજય સરઘસ નીકળ્યું


વંથલી નગર પાલિકા માં ઉપપ્રમુખ પદની ખાલી પડેલી જગ્યા પૂરવા આજરોજ નગર પાલિકા કચેરી નાં સભા ખંડ માં નાયબ કલેકટર હનુલ ચૌધરી ની અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા રાખવામાં આવેલ હતી,જેમાં ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ પક્ષમાંથી વાજાએ નામાંકન ભર્યું હતું. જ્યારે સામા પક્ષે ભાજપના તમામ સદસ્યો ગેરહાજર રહ્યા હતા,કોંગ્રેસ પક્ષ નાં 11 સદસ્યો ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ નાં ઉમેદવાર ને બિનહરીફ વિજય જાહેર કરાતા કોંગ્રેસ પક્ષ નાં કાર્યકરો હોદ્દેદારો અને વિશાળ સમર્થકો ની હાજરી માં વંથલી નાં રાજમાર્ગો ઉપર વિજય સરઘસ કાઢી જશ્ન મનાવાયો હતો
આ તકે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ,નગર પાલિકા પ્રમુખ લિલાવંતી બેન વામજા, નવનિયુક્ત ઉપપ્રમુખ સિરાજ વાજા,જીલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ વિનુભાઈ સિંગલ,જીગ્નેશ છૈયા,વિજય ઝાટકિયા,અદનાન ડામર અને નગર પાલિકા નાં તમામ સદસ્યોએ વિજય સરઘસ માં સહભાગી બન્યા હતા...

રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »